AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONGC માં 3047 એપ્રેન્ટિસ તરીકે ભરતીની તક, 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા દેશભરમાં 3047 એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 10 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો 20 નવેમ્બર સુધી અરજી કરી શકશે. લાયક ઉમેદવારોને ₹12,300 સુધી માસિક સ્ટાઇપેન્ડ મળશે.

ONGC માં 3047 એપ્રેન્ટિસ તરીકે ભરતીની તક, 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી
| Updated on: Nov 01, 2026 | 8:24 AM
Share

સરકારી ઓઇલ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) માં ટ્રેનિંગ મેળવવા ઇચ્છતા યુવાનો માટે ઉત્તમ તક સામે આવી છે. કંપનીએ એપ્રેન્ટિસની 3047 જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતી માટે 10 પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઇચ્છુક ઉમેદવારો 20 નવેમ્બર 2026 સુધી પોતાનું ફોર્મ ભરી શકે છે.

3047 જગ્યાઓ પર થશે ભરતી

ONGC ની આ ભરતી અંતર્ગત દેશભરના વિવિધ કેન્દ્રો પર એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં દહેરાદૂન, દિલ્હી, જોધપુર, ગોવા, હજીરા (ગુજરાત), મુંબઈ, ઉરણ અને પનવેલ જેવા સ્થળો સામેલ છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ માત્ર 12 મહિનાનો ટ્રેનિંગ કાર્યક્રમ છે, કાયમી સરકારી નોકરી નથી. ભરતી સંબંધિત જાહેરાત ક્રમાંક ONGC/APPR/1/2026 છે.

કોણ કરી શકે છે અરજી?

આ ભરતીમાં 10 પાસથી લઈને ITI, ડિપ્લોમા અને ડિગ્રી ધારકોને તક આપવામાં આવી છે. જોકે દરેક ટ્રેડ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે, તેથી અરજી કરતાં પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનમાં ટ્રેડ અનુસાર લાયકાત તપાસવી જરૂરી છે.

  • વયમર્યાદા: અરજી કરનાર ઉમેદવારની ઉંમર 29 નવેમ્બર 2026 ના રોજ 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • વયમાં છૂટછાટ: SC અને ST વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષ, જ્યારે OBC વર્ગને 3 વર્ષની છૂટ મળશે. દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ 10 થી 15 વર્ષની છૂટછાટ મળશે.

આ ઉપરાંત ઉમેદવાર જે-તે સંબંધિત પાત્ર જિલ્લાનો સ્થાનિક રહેવાસી હોવો અથવા ત્યાંથી અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

કેટલું મળશે માસિક સ્ટાઇપેન્ડ?

પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેડ અને શૈક્ષણિક લાયકાતના આધારે દર મહિને ₹8,200 થી ₹12,300 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તમામ ટ્રેડ માટે એપ્રેન્ટિસશિપની મુદત 12 મહિનાની રહેશે. અગાઉ ક્યાંય પણ એપ્રેન્ટિસશિપ કરી ચૂક્યા હોય અથવા એક વર્ષ કે તેથી વધુનો કાર્ય અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર ગણાશે નહીં.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

ONGC ની આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા ગુણના આધારે સીધું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે, તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા અપાશે. આ ભરતીનું પરિણામ 15 ડિસેમ્બર 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

ઓનલાઇન અરજી ક્યાં કરવી?

ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે. NAPS હેઠળ આવતા ટ્રેડ માટે apprenticeshipindia.gov.in અને NATS હેઠળ આવતા ટ્રેડ માટે nats.education.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અરજી કરતી વખતે જન્મ તારીખનું પ્રમાણપત્ર, માર્કશીટ, ડિગ્રી કે ITI સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, દિવ્યાંગતા સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય) અને માન્ય ઓળખપત્ર તૈયાર રાખવા જરૂરી છે.

Abroad અને Foreign વચ્ચે શું છે તફાવત? અર્થ એક જેવો પણ વાપરવાની રીત સાવ અલગ

Follow Us
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
g clip-path="url(#clip0_868_265)">