Big News : NTAને પરિણામો જાહેર કરવા લીલી ઝંડી, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને વર્ષ 2021 માટે અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના પરિણામો જાહેર કરવાની મંજૂરી આપી છે.

Big News : NTAને પરિણામો જાહેર કરવા લીલી ઝંડી, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો
Supreme Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:14 PM

NEET UG RESULT 2021 : 12 સપ્ટેમ્બરે યોજાયેલી NEET પરીક્ષા દરમિયાન તેમની ટેસ્ટ પુસ્તિકાઓ અને OMR શીટ્સમાં ગડબડ થવાનોનો આરોપ લગાવીને બે ઉમેદવારોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં અરજદારે NTAને પરિણામો જાહેર ન કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ NTAને પરિણામો જાહેર કરવા મંજુરી આપી

ત્યારે હાલ સુપ્રીમ કોર્ટ ,બોમ્બે બોમ્બે હાઈકોર્ટ આપેલા આદેશ પર સ્ટે મુકીને NTAને (National Test Agency) પરિણામ જાહેર કરવાની મંજુરી આપી છે.ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, દિનેશ મહેશ્વરી અને બીઆર ગવઈની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આદેશ આપતા કહ્યુ કે, “અમે બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકીએ છીએ, NTA NEET UG પરિણામો જાહેર કરી શકે છે.”

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બે વિદ્યાર્થીઓના કારણે 16 લાખ વિદ્યાર્થીઓના પરિણામ રોકી શકાય નહિ

સુપ્રીમ કોર્ટેની બેન્ચે વધુમાં જણાવ્યુ કે, બે વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની તપાસ કરી શકાય છે પરંતુ તેના કારણે 16 લાખ વિદ્યાર્થીઓના પરિણામને રોકી શકાય નહીં.બેન્ચે અરજી (Petition) પર ટિપ્પણી કરતા કહ્યુ કે, “અમે નક્કી કરીશું કે બે વિદ્યાર્થીઓનું શું થાય છે, તે પેપર ફરીથી ખોલવામાં આવશે. પરંતુ અમે 16 લાખ વિદ્યાર્થીઓના પરિણામોને રોકી શકીએ નહિ.”

ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (Tushar Maheta) કહ્યું હતું કે બે વિદ્યાર્થીઓના મુંઝવણને દુર કરવામાં આવશે, પરંતુ તેના કારણે અન્ય વિદ્યાર્થીઓના પરિણામો રોકી શકાય નહીં.

શું છે સમગ્ર મામલો ?

NEET પરીક્ષા દરમિયાન તેમની ટેસ્ટ બુકલેટ અને OMR શીટ્સ મિશ્રિત થઈ હતી.તે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે, જ્યારે નિરીક્ષકોએ પરીક્ષણ પુસ્તિકાઓનું વિતરણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે નીચે પડી ગયું. પરિણામે બંને ઉમેદવારોએ મેળવેલી કસોટી પુસ્તિકાઓ અને OMR શીટ્સ મિશ્રિત થઈ ગઈ.તેથી, બોમ્બે હાઇકોર્ટે(Bombay High Court)  NTAને પરિણામોની ઘોષણા પહેલાં અલગ NEET પરીક્ષા યોજીને બંને ઉમેદવારોની ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

NTAને 12 સપ્ટેમ્બરે લેવાયેલી NEET પરીક્ષાના પરિણામની સાથે અરજદારોની પુનઃપરીક્ષાનું પરિણામ જાહેર કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: CAT Admit Card 2021: CAT પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

આ પણ વાંચો: UGCનો નિર્દેશ, યુનિવર્સિટીઓ, કોલેજોના વિદ્યાર્થીઓએ રોકાણ અને નાણાકીય સાક્ષરતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ

g clip-path="url(#clip0_868_265)">