NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું
MBBS, BDS, આયુષ અને અન્ય મેડિકલ UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા, 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી 16.14 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2021 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ત્રણ ટોપર્સમાં બે છોકરાઓ અને એક છોકરીનો સમાવેશ થાય છે. ત્રણેય ટોપર્સે NEET-2021માં 720/720 માર્ક્સ મેળવ્યા છે. મૃણાલ કુટેરી (તેલંગાણા), તન્મય ગુપ્તા (દિલ્હી) અને કાર્તિક જી નાયર (મહારાષ્ટ્ર) એ NEET UG 2021 માં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.
NEET ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને માર્ક અંગેની વિગતો ડાઉનલોડ કરી શકાય છે. પરિણામ બાદ હવે એમબીબીએસ, બીડીએસ અને અન્ય મેડિકલ યુજી કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે. NEETના પરિણામ પછી, બે પ્રકારના કાઉન્સેલિંગનો વિકલ્પ હશે, પ્રથમ 15 % ઓલ ઈન્ડિયા ક્વોટા કાઉન્સેલિંગ (NEET 15 % All India Quota Counselling) બીજો વિકલ્પ રાજ્ય કાઉન્સેલિંગનો છે. જુદા જુદા રાજ્યો પોતપોતાનું કાઉન્સેલિંગ કરે છે. રાજ્ય કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાની તક મળે છે.
MBBS, BDS, આયુષ અને અન્ય મેડિકલ UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા નીટ 2021, 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી 16.14 લાખપરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ પર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ, આ વખતે વિદ્યાર્થીઓને આ પરીક્ષા 13 ભાષાઓમાં આપવાની સુવિધા આપવામાં આવી છે. જે 13 ભાષાઓમાં NEET પરીક્ષા લેવામાં આવી હતી તેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુનો સમાવેશ થાય છે. આ તમામે તમામ પ્રાદેશીક ભાષામાં પહેલીવાર પરીક્ષા લેવાઈ હતી.
NEET UG 2021 રાજ્ય કાઉન્સેલિંગની વિગત માટેની વેબસાઇટ્સ
આંધ્ર પ્રદેશ – ntruhs.ap.nic.in અરુણાચલ પ્રદેશ – apdhte.nic.in આસામ – dme.assam.gov.in બિહાર – bceceboard.bihar.gov.in
ચંદીગઢ – gmch.gov.in છત્તીસગઢ – cgdme.in ગોવા – dte.goa.gov.in ગુજરાત – medadmgujarat.org
હરિયાણા – dmer.haryana.gov.in જમ્મુ અને કાશ્મીર – jkbopee.gov.in ઝારખંડ – jceceb.jharkhand.gov કર્ણાટક – kea.kar.nic.in
કેરળ – kea.kar.nic.in મધ્ય પ્રદેશ – kea.kar.nic.in મહારાષ્ટ્ર – cetcell.mahacet.org મણિપુર – manipurhealthdirectorate.mn.gov.in
મેઘાલય – meghealth.gov.in મિઝોરમ – mc.mizoram.gov.in નાગાલેન્ડ – dtenagaland.org.in ઓડિશા – ojee.nic.in
પુડુચેરી – centacpuducherry.in પંજાબ – bfuhs.ac.in તમિલનાડુ – tnmedicalselection.net
ત્રિપુરા – tnmedicalselection.net ઉત્તર પ્રદેશ – upneet.gov.in ઉત્તરાખંડ – hnbumu.ac.in પશ્ચિમ બંગાળ – wbmcc.nic.in
આ પણ વાંચોઃ
Afghanistan Crisis : તાલિબાન ઇસ્લામિક સ્ટેટ સામે કેવી રીતે લડશે, ભૂતપૂર્વ અફઘાન જાસૂસ ISIS-Kમાં થશે સામેલ, આ પાછળ શું છે કારણ ?
આ પણ વાંચોઃ