Padma Shri Award : બોલીવુડના આ 3 દિગ્ગ્જને આ દિવસે મળવા જઈ રહ્યો છે પદ્મશ્રી એવોર્ડ, જાણો કોણ છે સામેલ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી 3 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ મળશે. ત્રણેયએ પોત-પોતાના ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે અને આ જ કારણ છે કે ત્રણેયને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
વર્ષે 2020માં એકતા કપૂર(Ekta Kapoor), કંગના રનૌત (Kangana Ranaut) અને કરણ જોહરને (Karan Johar) પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award) મળવાના સમાચાર આવ્યા હતા. આ ત્રણેય સેલેબ્સને પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે ત્રણેયને 8 નવેમ્બરે દિલ્હીમાં આ એવોર્ડ આપવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ એક ગર્વમેન્ટ ફંક્શન છે અને તમામ વિજેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આમંત્રણ મળ્યા બાદ દરેક લોકો આ મોટું સન્માન મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, જિતેન્દ્ર પણ આ ફંક્શનનો ભાગ હશે. તે દીકરી એકતા કપૂર સાથે આવશે. એકતા ઈચ્છે છે કે તેના પિતા તેના આ મહાન સન્માનને જોવે. અત્યાર સુધી જે કંઈ ઔપચારિકતાઓ હતી તે પૂરી થઈ ગઈ છે.
એકતા કપૂરે શું કહ્યું ?
તમને જણાવી દઈએ કે જ્યારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે એકતાએ કહ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ અને ભાવુક છું. મેં 17 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. મને ઘણું કહેવામાં આવ્યું કે તમે ઘણા નાના છો અને કામ કરવાનો તમારો નિર્ણય ખૂબ વહેલો છે. વર્ષોથી હું શીખી આવી છું કે તમારું સ્વપ્ન જીવવું ક્યારેય વહેલું નથી હોતું. આજે આ મોટા સન્માન માટે મારું નામ આવ્યું છે તે જાણીને હું કેવું અનુભવું છું તે હું કહી શકતી નથી.
કરણે શું કહ્યું કરણ જોહર પણ આ એવોર્ડને લઈને ઉત્સાહિત છે. કરણે મુંબઈ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે ફિલ્મ તખ્ત માટે રેકી કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું ચોંકી ગયો હતો. તે સમયે હું મારી માતા અને બાળકો સાથે વાત કરવા માંગતો હતો અને તેમને આ ખુશખબર આપવા માંગતો હતો, પરંતુ તેમ ન થયું. ખરેખર મને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામાન્ય રીતે હું અજાણ્યા નંબરો પરથી કૉલ્સ ઉપાડતો નથી.
પરંતુ તે દિવસે મેં ફોન ઉપાડ્યો તે સારું હતું કારણ કે તે કોલ મંત્રાલય તરફથી હતો. હું માની શકતો ન હતો કે આ મારી સાથે થઈ રહ્યું છે. મેં તેમનો આભાર માન્યો અને ફોન મૂક્યા બાદ પછી હું સાવ ચૂપ થઈ ગયો. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે હું એકલો હતો. નેટવર્કની ઘણી સમસ્યા હતી તેમ છતાં મેં મારી માતાને ફોન કર્યો. જ્યારે મેં તેને કહ્યું કે મને પદ્મશ્રી મળશે ત્યારે તે રડી પડી હતી.
કંગનાને આ એવોર્ડ મહિલાઓને સમર્પિત કર્યો હતો તે જ સમયે, કંગનાએ કહ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. મને આ મોટા પુરસ્કારથી સન્માનિત કરવાની તક આપવા બદલ હું આપણા દેશનો આભાર માનું છું. હું આ એવોર્ડ દરેક મહિલાને સમર્પિત કરવા માંગુ છું જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે. હું આ એવોર્ડ દરેક માતા, દરેક પુત્રી, દરેક મહિલાને સમર્પિત કરીશ.
આ પણ વાંચો : Mumbai News : ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ
આ પણ વાંચો : Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ