NEET PG 2023નું રિઝલ્ટ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંકથી પરિણામ કરો ચેક

NEET PG પરીક્ષા 5 માર્ચ, 2023 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, આ વર્ષે લગભગ 2.09 લાખ ઉમેદવારોએ NEET-PG પરીક્ષા 2023 માટે નોંધણી કરાવી હતી. પરિણામ ચકાસવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

NEET PG 2023નું રિઝલ્ટ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંકથી પરિણામ કરો ચેક
NEET PG Result 2023Image Credit source: Tv9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 7:30 PM

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ NBE દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જે વિદ્યાર્થીઓ NEET PG 2023 ની પરીક્ષામાં ક્વોલિફાય થશે તેઓ MD/MS/PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર હશે.

આ પણ વાંચો: Breaking News: વાપી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં આગ, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે, તો રાજકોટમાં મરચાના ટ્રકમાં પણ આગ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

NEET PG પરીક્ષા 5 માર્ચ, 2023 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, આ વર્ષે લગભગ 2.09 લાખ ઉમેદવારોએ NEET-PG પરીક્ષા 2023 માટે નોંધણી કરાવી હતી. પરિણામ ચકાસવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

આ રીતે NEET PG પરિણામ તપાસો

  • પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર NEET PG 2023 ની લિંક પર ક્લિક કરો.
  • આ પછી NEET PG પરિણામ 2023 ની લિંક પર જાઓ.
  • આગળના પેજ પર રજીસ્ટ્રેશન નંબર દ્વારા પરિણામ તપાસો.
  • પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ આઉટ લો.

અહીં સીધી લિંક પરથી NEET PG પરિણામ 2023 તપાસો.

NEET UG અને NEET PG એટલે શું ?

અંડર ગ્રેજયુએટ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે NEET UGની પરીક્ષા આવે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એટલે ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર ડિગ્રીના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે NEET PGની પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. દેશમાં પીજી મેડિકલ સીટોની સંખ્યા કેટલી છે. તેનો જવાબ સરકારે આપ્યો હતો. જેમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ અંગે માહિતી આપી હતી.

પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે NEET PG માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. NEET PGની પરીક્ષા 5 માર્ચે લેવામાં આવી હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. સરકારે સંસદમાં જણાવ્યું હતુ કે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં 69 ટકાનો વધારો થયો છે.

2014માં 387 મેડિકલ કોલેજ હતી જે હવે વધીને 654 થઈ ગઈ છે. સરકારે કહ્યું હતુ કે, આ સમયગાળા દરમિયાન MBBS સીટોની સંખ્યામાં 94 ટકાનો વધારો થયો છે. યુજી મેડિકલ સીટ 51,348 થી વધીને 99,763 થઈ છે. બીજી તરફ પીજી મેડિકલ સીટોની વાત કરીએ તો તેમાં 107 ટકાનો વધારો થયો છે. સરકારે કહ્યું કે, 2014માં પીજી મેડિકલ સીટોની સંખ્યા 31,185 હતી, જે હવે વધીને 64,559 થઈ ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">