AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG Exam 2023: નક્કી કરેલા સમય પર જ થશે નીટ પીજી પરીક્ષા, સુપ્રીમ કોર્ટે અરજી કરી રદ

આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થી પરીક્ષાને ટાળવાની માંગ કરી રહ્યા હતા. આગામી 5 માર્ચે નીટ પીજી 2023ની પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું હતું પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા 2-3 મહિના બાદ લેવાની માંગ કરી રહ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે આ માંગને રદ કરી દીધી છે.

NEET PG Exam 2023: નક્કી કરેલા સમય પર જ થશે નીટ પીજી પરીક્ષા, સુપ્રીમ કોર્ટે અરજી કરી રદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 5:17 PM
Share

NEET PG Exam 2023: મેડિકલ કોલેજના પીજી પ્રોગ્રામમાં એડમિશન માટે યોજાતી નીટ પીજી પરીક્ષા હવે નક્કી કરેલા સમય પર થશે. સુપ્રીમ કોર્ટમાં NEET PG 2023 સ્થગિત કરવા માટે દાખલ કરેલી અરજી રદ કરી દીધી છે. જણાવી દઈએ કે નીટ પીજી 2023 માટે લગભગ 2.09 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે આ પરીક્ષા 5 માર્ચે યોજાવાની છે. આ પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ એટલે કે NBE દ્વારા આયોજિત કરવામાં આવે છે.

આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થી પરીક્ષાને ટાળવાની માંગ કરી રહ્યા હતા. આગામી 5 માર્ચે નીટ પીજી 2023ની પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું હતું પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા 2-3 મહિના બાદ લેવાની માંગ કરી રહ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે આ માંગને રદ કરી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ખુલશે ઓસ્ટ્રેલિયાની બે ટોચની યુનિવર્સિટીના કેમ્પસ, અમદાવાદ-ગાંધીનગર શહેર થયા ફાઈનલ !

NEET PG સ્થગિત કરવાની માંગ

નીટ પીજી 2023ને સ્થગિત કરવાની માંગવાળી અરજી પર આ પહેલા 24 ફેબ્રુઆરી 2023એ પણ સુનાવણી થઈ હતી. આ કેસની સુનાવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ એસ. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તની ડિવિઝન બેન્ચે NBEMSને માગવામાં આવેલી માહિતી અને ઉમેદવારોના ઉકેલો સાથે તેનું સ્ટેન્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ સુનાવણીને સોમવાર 27 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી.

નીટ પીજી 2023 માટે અરજી પ્રક્રિયા દ્વારા 27 જાન્યુઆરી સુધી સંચાલિત કરી હતી. સરકાર દ્વારા અનિવાર્ય ઈન્ટર્નશિપ માટે કટ ઓફ ડેટને આગળ વધારવાના કારણે NBEMએ ઉમેદવારોને 9થી 12 ફેબ્રુઆરી સુધી એક વખત ફરીથી આવેદનની તક આપી હતી.

NEET PG પરીક્ષા 5 માર્ચે યોજાશે

નીટ પીજી પરીક્ષા કરાવનારી એજન્સી નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ એટલે કે NBE મુજબ તે આગામી 5 માર્ચે નીટ પીજી 2023ની પરીક્ષા કરાવવાની પુરી તૈયારીમાં છે. તેના માટે એજન્સીએ પોતાની તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે. NBE પોતાની અધિકૃત વેબસાઈટ nbe.edu.in પર NEET PG એડમિટ કાર્ડ 2023 જાહેર કરવાનું છે. અરજીકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે ઓફિશિયલ વેબસાઈટ પર નજર રાખે.

g clip-path="url(#clip0_868_265)">