NEET Answer Key: NEET આન્સર કી પર 17 ઓક્ટોબર સુધી વાંધા રજૂ કરી શકાશે, આ રીતે થશે પ્રોસેસ

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી શુક્રવારે બહાર પાડવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ 17 ઓક્ટોબર એટલે કે આવતીકાલ સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવી શકે છે.

NEET Answer Key: NEET આન્સર કી પર 17 ઓક્ટોબર સુધી વાંધા રજૂ કરી શકાશે, આ રીતે થશે પ્રોસેસ
Objections to the NEET Answer Key can be submitted till October 17

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી શુક્રવારે બહાર પાડવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ 17 ઓક્ટોબર એટલે કે આવતીકાલ સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવી શકે છે. આન્સર કી પર વાંધા રજૂ કરવા માટે ઉમેદવારોને આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેઓએ વાંધો ઉઠાવવા માટે પ્રતિ પ્રશ્ન 1000 રૂપિયા ચૂકવવા પડશે.

ઉમેદવારો દ્વારા ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ નેટ બેન્કિંગ/ પેટીએમ દ્વારા ફી ચૂકવી શકાય છે. જો આન્સર કીમાં કોઈ વાંધો સાચો જણાય તો અંતિમ આન્સર કી (NEET UG Final Answer Key) જારી કરવામાં આવશે. વિદ્યાર્થીઓનું પરિણામ આખરી આન્સર કીના આધારે તૈયાર થશે.

NEET Answer Key 2021 આ સીધી લિંક પરથી કરો ડાઉનલોડ

NEET Answer Key Direct Link

NEET Answer Key 2021 આ રીતે વાંધો રજુ કરાશે

Step 1: ઉમેદવારો પહેલા NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જવાનું રહેશે.
Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી આન્સર કી લિંક પર ક્લિક કરો.
Step 3: હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
Step 4: તમારી આન્સર કી સ્ક્રીન પર દેખાશે.
Step 5: હવે તે પ્રશ્ન પસંદ કરો કે જેના પર વાંધો છે.
Step 6: હવે સહાયક દસ્તાવેજો અને ફી સબમિટ કરીને વાંધા રજૂ કરો.

NEET UGની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ પર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ, આ વખતે વિદ્યાર્થીઓને 13 ભાષાઓમાં આ પરીક્ષા આપવાની સુવિધા આપવામાં આવી હતી. જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, આ વખતે કેન્દ્ર સરકારે NEET પરીક્ષાઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પરિણામ જાહેર કરવા અંગે કોઈ સતાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરિણામ બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

Click on your DTH Provider to Add TV9 Gujarati