AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉચ્ચ શિક્ષણમાં સહકાર માટે ‘વિદ્યાંજલિ હાયર એજ્યુકેશન વોલન્ટિયર પ્રોગ્રામ’ શરૂ, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP)માં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં શૈક્ષણિક, તાલીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે.

ઉચ્ચ શિક્ષણમાં સહકાર માટે 'વિદ્યાંજલિ હાયર એજ્યુકેશન વોલન્ટિયર પ્રોગ્રામ' શરૂ, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન
Launch of Vidyanjali Higher Education Volunteer Program
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 4:00 PM
Share

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP)માં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં શૈક્ષણિક, તાલીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. સ્વયંસેવકોનું એક જૂથ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ મંત્રાલય દ્વારા ‘વિદ્યાંજલિ ઉચ્ચ શિક્ષણ સ્વયંસેવક કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો છે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના સહયોગથી તૈયાર કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સ્વયંસેવકો અને સંસ્થાઓ બંને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેનો હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓને ઉચ્ચ શિક્ષણના સ્તરે સહાય પૂરી પાડવાનો છે જેમાં સમુદાય, ખાનગી અને જાહેર ક્ષેત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિદેશી ભારતીયો, ભારતીય મૂળના લોકો વગેરે ભાગ લઈ શકે છે.

પહેલા કરાવવું પડશે રજીસ્ટ્રેશન

સ્વયંસેવકો અને સંસ્થાઓએ પહેલા વિદ્યાંજલિ ઉચ્ચ શિક્ષણ સ્વયંસેવક કાર્યક્રમ માટે નોંધણી કરાવવી પડશે. આ માટે vidyanjali.education.gov.in પર જવું પડશે. આ અંગે શિક્ષણ મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવશે. આ પછી, સંબંધિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સીધી ચર્ચા કર્યા પછી, તમે તમારા જ્ઞાન અને કુશળતાના આધારે યોગદાન વિશે વાત કરી શકો છો. સ્વયંસેવકો સંબંધિત સંસ્થાઓને સાધનો અને સામગ્રી દાન કરીને પણ મદદ કરી શકે છે.

જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે AICTEના વાઈસ-ચેરમેન પ્રોફેસર એમપી પુનિયાએ કહ્યું, “ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ મંત્રાલયની આ એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો લાભ લગભગ 40 મિલિયન વિદ્યાર્થીઓને મળશે. સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસો શિક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

કોણ ભાગ લઈ શકે?

આ કાર્યક્રમ દ્વારા વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયના લોકો, યુવા વ્યાવસાયિકો, નિવૃત્ત/કાર્યકારી શિક્ષકો અને અધિકારીઓ, અનુસ્નાતક (PG) અથવા પીએચડી સ્તરના વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રોના સ્વયંસેવકો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈ શકે છે.

પ્રોગ્રામ મુજબ, રસ ધરાવતા સ્વયંસેવકો સંસ્થાઓને તેમની કુશળતા અને વિશિષ્ટ સેવાઓ વિશે માહિતગાર કરશે. સંસ્થાઓ તેમની જરૂરિયાતો વિશે પણ માહિતી આપશે. આ અંતર્ગત 27 પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખ કરવામાં આવી છે. આમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સહકાર, શિક્ષકો માટે વર્ગખંડના સાધનો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટનો સમાવેશ થાય છે. આ સિવાય સિવિલ અને ઈલેક્ટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સહયોગ થઈ શકે છે.

આ પણ વાંચો: Career Tips: માર્કેટિંગ મેનેજરની ભારતમાં છે ખૂબ માંગ, ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી કરો આ કોર્સ

આ પણ વાંચો: IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

g clip-path="url(#clip0_868_265)">