JOB : આગામી 5 મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે : વિજય રૂપાણી

JOB : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

Utpal Patel

|

Mar 03, 2021 | 5:49 PM

JOB : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જી.પી.એસ.સી, ગૌણ સેવા પસંદગી મંડળ , પંચાયત સેવા પસંદગી મંડળ , પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે. તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો. પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી 8000 જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વર પૂરી કરીને તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા તેમણે સૂચનાઓ આપી છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગઇ છે. પરંતુ પરિક્ષા લેવાઇ નથી તેવી 9650 જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા કોરોના કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થતાં જ શરૂ કરી દેવા તેમણે તાકિદ કરી છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati