AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJCET Exam Date 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 18 એપ્રિલે યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટે પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા 18 એપ્રિલે લેવામાં આવશે.

GUJCET Exam Date 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 18 એપ્રિલે યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન
GUJCET 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:13 PM
Share

GUJCET Exam Date 2022: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટે પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા 18 એપ્રિલે લેવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સમયપત્રક અને પેટર્ન ચકાસી શકે છે. GUJCET 2022 પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. ગુજરાતમાં સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET પરીક્ષા લેવામાં આવે છે. ઉમેદવારોને પરીક્ષા, આન્સર કી અને પરિણામની વિગતો માટે વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

ગુજકેટ 2022 પરીક્ષાની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વિવિધ કેન્દ્રો પર પેપર લેવાશે અને તમામ વિદ્યાર્થીઓએ સમયસર પહોંચવાનું રહેશે. પ્રશ્નપત્ર અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં હશે. એન્જિનિયરિંગના ઉમેદવારો માટે, પ્રશ્નપત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વિષયો પર આધારિત પ્રશ્નો હશે.

GUJCET 2022 પરીક્ષા પેટર્ન

ફાર્મસી કોર્સ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રશ્નો હશે. દરેક સાચા જવાબ માટે એક માર્ક ફાળવવામાં આવશે, દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે. પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવે છે. પરીક્ષામાં જતા પહેલા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પરીક્ષાઓ કોરોનાના નિયમો હેઠળ લેવામાં આવશે. એડમિટ કાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

કુલ 120 બહુવિધ પસંદગીના પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને 180 મિનિટનો સમય આપવામાં આવે છે. ગુજરાતની કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET 2022 હાથ ધરવામાં આવે છે. પરીક્ષા સંબંધિત વધુ વિગતો માટે, ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. તમામ અપડેટ માહિતી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

આટલી સીટો પર થાય છે એડમિશન

લગભગ 60,000 એન્જિનિયરિંગ બેઠકો પર ગુજકેટ પરીક્ષા દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય ફાર્મસીની લગભગ 6,000 બેઠકો ભરવામાં આવશે. સામાન્ય રીતે આ પરીક્ષા મે મહિનામાં લેવામાં આવતી હોય છે પરંતુ આ વખતે પ્રવેશ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય તે માટે પરીક્ષાનું આયોજન પહેલેથી જ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: NCHM JEE 2022 Exam: NTA NCHM JEE પરીક્ષાની તારીખ લંબાવાઈ, અહીં તપાસો તમામ વિગતો

આ પણ વાંચો: UPSC Exam: કોરોનાને કારણે UPSC પરીક્ષા આપી શક્યા નહોતા, આયોગે સુપ્રીમ કોર્ટને Re-exam અંગે આપી માહિતી

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">