AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Clerk Exam: આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો કોલ લેટર

Junior Clerk Exam: ગુજરાતમાં (Gujarat) મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનો કોલ લેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. આ માહિતી હસમુખ પટેલે ટ્વીટ કરી આપી છે.

Junior Clerk Exam: આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો કોલ લેટર
Junior Clerk Exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 3:46 PM
Share

ગુજરાતમાં મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવામાં આવશે. જેમાં પેપરલીકના કારણે મોકૂફ રખાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજાશે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનો કોલ લેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. આ માહિતી હસમુખ પટેલે ટ્વીટ કરી આપી છે.

પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે.

જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જેના પગલે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયા હતા. જે સમયે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઈ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : Government Jobs: કેન્દ્ર સરકારમાં 9,00,000થી વધુ જગ્યાઓ ખાલી છે, સૌથી વધુ રેલવે અને સંરક્ષણમાં, આ જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?

અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી

અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી પાંચ આરોપી ગુજરાતના છે અને અન્ય 10 આરોપી અન્ય રાજ્યના છે. આ પૈકી બે આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક ઓડિશાનો હોવાનું જાણવા મળ્યુ છે. મુખ્ય આરોપી પ્રદીપ નાયક ઓડિશાનો રહેવાસી છે. જે હૈદરાબાદના પ્રિંટિંગ પ્રેસમાંથી છપાયેલુ પેપર લઈને વડોદરા આવ્યો હતો.

(ઈનપુટ ક્રેડિટ – રોનક વર્મા)

વીડિયોના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">