AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: 12 ધોરણ પાસ ઉમેદવારોની સુપ્રિટેન્ડેન્ટની ખાલી જગ્યા પર ભરતી, આ રીતે કરી શકાશે અરજી

જે યુવાઓ સરકારી નોકરી માટે સપનું જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે. 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક છે. આ ભરતી દ્વારા કુલ 300 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચના અનુસાર, હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટની જગ્યા માટે પસંદ થયા બાદ પે સ્કેલ 25300- 80500, લેવલ-6 મૂજબનો પગાર મળશે. સીલેકશન પ્રોસેસ અંગેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

Govt Jobs: 12 ધોરણ પાસ ઉમેદવારોની સુપ્રિટેન્ડેન્ટની ખાલી જગ્યા પર ભરતી, આ રીતે કરી શકાશે અરજી
Govt Jobs
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:15 PM
Share

કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. જે યુવાઓ સરકારી નોકરી માટે સપનું જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે. 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક છે. છત્તીસગઢ પ્રોફેશનલ બોર્ડ (CGPEM) દ્વારા સુપ્રિટેન્ડેન્ટની ખાલી જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ભરતી દ્વારા 300 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

આ પોસ્ટ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેના વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તેથી વધારે જાણકારી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ vyapam.cgstate.gov.in ની મુલાકાત લેવી જોઈએ. આ ભરતી દ્વારા કુલ 300 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચના અનુસાર, હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટની જગ્યા માટે પસંદ થયા બાદ પે સ્કેલ 25300- 80500, લેવલ-6 મૂજબનો પગાર મળશે.

માહિતી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે

છત્તીસગઢ પ્રોફેશનલ બોર્ડ દ્વારા હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટની ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા મળેલા ગુણના આધારે થશે. લેખિત પરીક્ષાની તારીખ અને સીલેકશન પ્રોસેસ અંગેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારોએ વેબસાઈટ ચેક કરતા રહેવું.

જાણો કેવી રીતે કરી શકાશે અરજી

  • ઉમેદવારો અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ vyapam.cgstate.gov.in પર જાઓ.
  • ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સૂચના ધ્યાનથી વાંચો.
  • અરજી કરવા માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ જેવા કે હસ્તાક્ષર, ફોટો, આઈડી પ્રૂફ વગેરે કાળજી પૂર્વક અપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી અરજી ફીની ચૂકવણી કરો.
  • છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો અને તે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને રાખો.

આ પણ વાંચો : Govt Jobs: સ્નાતકો માટે બેંકમાં સરકારી નોકરીની તક, પગાર મળશે 50000 રૂપિયાથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી

લાયકાત અને વય મર્યાદાની વિગતો

છત્તીસગઢમાં આ પહેલા બહાર પાડવામાં આવેલી જાહેરાત મૂજબ સુપ્રિટેન્ડેન્ટની ખાલી જગ્યાની ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારો ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને તેને સંબંધિત ટ્રેડની પણ જાણકારી હોવી જરૂરી છે. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
g clip-path="url(#clip0_868_265)">