સરકારી નોકરી: 5 ધોરણથી લઈને BA પાસ સુધીના ઉમેદવારો માટે નોકરીની તક, જાણો કઈ તારીખથી કરી શકાશે અરજી
સૂચના અનુસાર ગ્રુપ A ની 8 જગ્યા, ગ્રુપ B ની 26 જગ્યા અને ગ્રુપ C ની 28 જગ્યાનો સમાવેશ થાય છે. ગ્રુપ A માં નાયબ નિયામકની 1 જગ્યા, નાયબ નિયામક (શૈક્ષણિક) ની 1 જગ્યા, મદદનીશ નિયામક (વહીવટ) ની 2 ખાલી જગ્યાઓ અને શૈક્ષણિક અધિકારીની 4 જગ્યાઓનો સમાવેશ થાય છે.

સરકારી નોકરી મેળવવા માંગતા અને તેના માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર છે. 5 ધોરણથી લઈને BA પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે, NIOS દ્વારા ગ્રુપ A, B અને C ની જુદી-જુદી ખાલી જગ્યા પર ભરતી કરવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 30 નવેમ્બર 2023 થી શરૂ થશે જે 21 ડિસેમ્બર 2023 સુધી ચાલશે.
ગ્રુપ A ની 8 જગ્યા, ગ્રુપ B ની 26 જગ્યા અને ગ્રુપ C ની 28 જગ્યા
આ ખાલી જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nios.cbt-exam.in અથવા nios.ac.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. સૂચના અનુસાર ગ્રુપ A ની 8 જગ્યા, ગ્રુપ B ની 26 જગ્યા અને ગ્રુપ C ની 28 જગ્યાનો સમાવેશ થાય છે. ગ્રુપ A માં નાયબ નિયામકની 1 જગ્યા, નાયબ નિયામક (શૈક્ષણિક) ની 1 જગ્યા, મદદનીશ નિયામક (વહીવટ) ની 2 ખાલી જગ્યાઓ અને શૈક્ષણિક અધિકારીની 4 જગ્યાઓનો સમાવેશ થાય છે.
જો ગ્રુપ B ની વાત કરવામાં આવે તો સેક્શન ઓફિસરની 2 પોસ્ટ, જનસંપર્ક અધિકારીની 1 પોસ્ટ, ઇડીપી સુપરવાઇઝરની 21 જગ્યા, ગ્રાફિક આર્ટિસ્ટની 1 અને જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની 1 જગ્યા ખાલી છે. ગ્રુપ C માં, સહાયકની 4 ખાલી જગ્યાઓ, સ્ટેનોગ્રાફરની 3, જુનિયર સહાયકની 10 અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 11 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
પોસ્ટ મૂજબ શૈક્ષણિક લાયકાતની વિગત
ડેપ્યુટી ડાયરેક્ટરની (ક્ષમતા નિર્માણ સેલ) પોસ્ટ માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. મદદનીશ નિયામક (વહીવટ) માટે ઉમેદવારો પાસે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. MTA પોસ્ટ્સ માટે, પ્રાથમિક પાસ મહત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે.
વય મર્યાદાની વિગત
પોસ્ટ મૂજબ વય મર્યાદા અલગ-અલગ રાખવામાં આવી છે. આ વય મર્યાદામાં ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની તેમજ એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વગેરેની વધારે જાણકારી માટે ઉમેદવારો જાહેર કરેલી સૂચના વાંચવી જોઈએ.
આ પણ વાંચો : ભારતીય નૌકાદળમાં 10 પાસ માટે નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ અને રૂબરૂ ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પરીક્ષાની પેટર્ન સંસ્થાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
