AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 10 પાસ માટે નીકળી સરકારી નોકરી, 30 નવેમ્બર છે છેલ્લી તારીખ, ઝડપી લો તક

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગમાં ભરતીઓ બહાર પાડવામાં આવી છે. આ વિભાગ હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બનેલા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને હેલ્પરની 10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યા પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ e-hrms-gujarat.gov.in ની મુલાકાત લેતા રહેવું જોઈએ.

ગુજરાતમાં 10 પાસ માટે નીકળી સરકારી નોકરી, 30 નવેમ્બર છે છેલ્લી તારીખ, ઝડપી લો તક
govt jobs
| Updated on: Nov 26, 2023 | 3:25 PM
Share

ગુજરાતના 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની આ એક સારી તક છે. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને હેલ્પરની 10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિમાં ઉમેદવારોએ આ તક ગુમાવવી જોઈએ નહીં. ઉમેદવારો પાસે પૂરતો સમય પણ રહેલો છે.

ઓફિશિયલ સૂચના તપાસવી

આ ખાલી જગ્યા માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી. આ ભરતીની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 8મી નવેમ્બર 2023થી 30મી નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ તેની ઓફિશિયલ વેબસાઇટ e-hrms-gujarat.gov.in ની મુલાકાત લેવી જોઈએ. વધારે માહિતી મેળવવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ સૂચનાને તપાસવી જોઈએ.

કોઈ પણ ફી વગર મફતમાં અરજી

આ ખાલી જગ્યા વિશે સૌથી મહત્વની બાબત એ છે કે, ઉમેદવારો કોઈ પણ ફી વગર મફતમાં અરજી કરી શકે છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રાજકોટ, નવસારી, જૂનાગઢ, ભાવનગર,નર્મદા, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, તાપી, સુરત, ભરૂચ, મોરબી, જામનગર, અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં કુલ 10400 જગ્યાઓ પર ખાલી જગ્યા ભરવાની છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને હેલ્પર સહિતની ઘણી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમજ ગુજરાત સરકારના નિયમો અને શરતો મુજબ અનામત કેટેગરીની મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે. તે જ સમયે પસંદ કરાયેલા ઉમેદવારોને 7800 રૂપિયાથી 20200 રૂપિયા સુધીનો પગાર પણ નક્કી થયા મુજબ આપવામાં આવશે.

આ રીતે કરો અરજી

  • ઉમેદવારોએ સરકારના સામાન્ય ભરતી પોર્ટલ e-hrm-gujarat.gov.in ની મુલાકાત લેવી જોઈએ.
  • વેબસાઇટ પર અરજી કરતા પહેલા ઓફિશિયલ સૂચના વાંચો
  • આ પોર્ટલ પર ઉલ્લેખિત વિવિધ જિલ્લાઓ માટે ભરતી સૂચના અને અરજી લિંક પર ક્લિક કરો.
  • અરજીથી સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે સહી, ફોટો, આઈડી પ્રૂફ કાળજીપૂર્વક અપલોડ કરો.
  • તે પછી સબમિટ કરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે છેલ્લી યાદી બહાર પડશે

આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ ઉમેદવારોએ લેખિત પેપર આપવાનું રહેશે. ત્યાર બાદ ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બેસવાની તક આપવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે આખરે ઉમેદવારોની છેલ્લી યાદી બહાર પાડવામાં આવશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">