ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરવી અરજી

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ ખાલી જગ્યાઓ દ્વારા ઉમેદવારોને કેન્દ્ર સરકારની હોસ્પિટલ (દિલ્હી અને NCR) માં નોકરી મળશે. ઉમેદવારો 23 નવેમ્બર 2023 કે તે પહેલાં ઓફિશિયલ વેબસાઇટ becil.com પર આ ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકે છે. કુલ 110 ખાલી જગ્યાઓ ભરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરવી અરજી
Govt Jobs
Follow Us:
| Updated on: Nov 15, 2023 | 8:31 PM

કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહેલા યુવા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા જુનિયર ફિઝિયોથેરાપિસ્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સહિત જુદી-જુદી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો નોકરી માટે કંપનીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

ભરતી દ્વારા 110 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ ખાલી જગ્યાઓ દ્વારા ઉમેદવારોને કેન્દ્ર સરકારની હોસ્પિટલ (દિલ્હી અને NCR) માં નોકરી મળશે. ઉમેદવારો 23 નવેમ્બર 2023 કે તે પહેલાં ઓફિશિયલ વેબસાઇટ becil.com પર આ ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકે છે. કુલ 110 ખાલી જગ્યાઓ ભરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

આ ખાલી જગ્યામાં જુનિયર ફિઝિયોથેરાપિસ્ટની 1, MTSની 18, DEOની 28, ટેકનોલોજિસ્ટ (OT)ની 8, PCMની 1, EMTની 36, ડ્રાઇવરની 4, MLTની 8, PCCની 3, રેડિયોગ્રાફરની 2 અને લેબ એટેન્ડન્ટની 1 પોસ્ટનો સમાવેશ થાય છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વિગતો

જુનિયર ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા માટે ઉમેદવારે સાયન્સ સ્ટ્રીમમાં ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારો પાસે ફિઝિયોથેરાપીમાં ડિગ્રી હોવી જોઈએ. MTS ની પોસ્ટ માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અન્ય પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાતની વિગતવાર જાણકારી માટે ઉમેદવારોએ ભરતી જાહેરાત વાંચવી જોઈએ. અલગ-અલગ પોસ્ટ મૂજબ વય મર્યાદા 35 વર્ષ અને કેટલીક પોસ્ટ માટે મહત્તમ વય 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સૌપ્રથમ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ besil.com પર જાઓ.
  • ત્યારબાદ Careers ટેબ પર ક્લિક કરો.
  • અરજી કરવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
  • ડોક્યુમેન્ટસ અપલોડ કરો અને અરજી સબમિટ કરો.

આ પણ વાંચો : સરકારી નોકરી: સ્વાસ્થ્ય મંત્રાલયમાં ખાલી જગ્યા માટે ભરતી બહાર પડી, પગાર મળશે 1 લાખ રૂપિયાથી વધારે

જાણો કેવી રીતે થશે પસંદગી

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટસ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આ ખાલી જગ્યા પર ભરતી સંબંધિત વધારે જાણકારી માટે ઉમેદવારોએ વેબસાઈટ પર અપલોડ કરેલી ભરતી સૂચનાને વાંચવી જોઈએ.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">