પશુપાલન વિભાગમાં સરકારી નોકરીની તક, સહાયકની 1896 ખાલી જગ્યા પર થશે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
સહાયકની ખાલી જગ્યા માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર અરજી ઓનલાઈન કરી શકે છે. પશુપાલન સહાયકની કુલ 1896 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચના વાંચવી જોઈએ.
પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન વિભાગમાં સહાયકની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ખાલી જગ્યા માટે રજીસ્ટ્રેશન ગઈકાલે એટલે કે, 20 નવેમ્બર 2023 થી શરૂ થયું છે. રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે 11 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે જ અરજી ફીની ચૂકવણી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે.
પશુપાલન સહાયકની કુલ 1896 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
સહાયકની ખાલી જગ્યા માટે ઉમેદવારો apha-recruitment.aptonline.in ઓફિશિયલ વેબસાઇટ પર અરજી ઓનલાઈન કરી શકે છે. પશુપાલન સહાયકની કુલ 1896 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચના વાંચવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત અંગેની વિગત
અરજી કરનારા ઉમેદવારો પાસે શ્રી વેંકટેશ્વર પશુ ચિકિત્સા વિશ્વ વિદ્યાલય, તિરુપતિ દ્વારા સંચાલિત 2 વર્ષનો પશુપાલન પોલીટેકનિક કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા તો ડેરી અને પોલ્ટ્રી સાયન્સમાં ઈન્ટરમીડિયેટ વોકેશનલ કોર્સ/ શ્રી વેંકટેશ્વર વેટરનરી યુનિવર્સિટી, તિરુપતિ વગેરેની પોલિટેકનિક કોલેજ રામચંદ્રપુરમ દ્વારા બે વર્ષનો પોલ્ટ્રી ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા અને અરજી ફીની વિગત
આ ખાલી જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 42 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. અરજી કરનારા ઉમેદવારોએ તેના માટે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે. SC/ST/PH/ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવે છે.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ www.ahd.aptonline.in પર જાઓ.
- હોમ પેજ પર AP AHA ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરો અને અરજી ફીની ચૂકવણી કરો.
આ પણ વાંચો : રેલવેમાં સ્નાતકો માટે સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે અને ક્યાં કરવી અરજી
કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી
પશુપાલન સહાયકની ખાલી જગ્યા માટે અરજદારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષાની પેટર્ન અંગેની સૂચના દ્વારા બહાર પાડવામાં આવશે.