AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે 487 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી, જાણો ક્યાં કરવી અરજી અને છેલ્લી તારીખ કઈ છે?

જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સુવર્ણ તક આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે ઘણી પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. સરકાર દ્વારા 487 જગ્યાઓ ભરવામાં આવશે.આ અહેવાલમાં અમે તમને ભરતી અંગેની વિગતો જણાવી રહયા છીએ.

સરકારે 487 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી, જાણો ક્યાં કરવી અરજી અને છેલ્લી તારીખ કઈ છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 7:20 AM
Share

જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સુવર્ણ તક આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે ઘણી પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. સરકાર દ્વારા 487 જગ્યાઓ ભરવામાં આવશે.આ અહેવાલમાં અમે તમને ભરતી અંગેની વિગતો જણાવી રહયા છીએ.

તમે આ લિંક પરથી અરજી કરી શકો છો

આ અલગ અલગ પોસ્ટ માટે અરજી કરવા માટે, તમારે આરોગ્ય મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ hlldghs.cbtexam.in પર જવું પડશે.

આ મહત્વપૂર્ણ તારીખો યાદ રાખજો

આ પોસ્ટ માટે અરજી 10 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે અને આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો તમે અરજીની છેલ્લી તારીખ સુધી ફોર્મ માટે અરજી કરી શકતા નથી તો તમે અરજી ફી ભરીને 1લી ડિસેમ્બર સુધી અરજી કરી શકો છો.

પ્રવેશપત્ર ક્યારે બહાર પાડવામાં આવશે?

આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જારી કરવામાં આવશે અને તેની પરીક્ષા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવશે.

પસંદગી કેવી રીતે થશે?

આ પરીક્ષા માટે સૌ પ્રથમ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. આ પછી પાસ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

એપ્લિકેશન ફી કેટલી હશે?

આ પોસ્ટ માટે અરજી કરવાની ફી 600 રૂપિયા છે. આ પોસ્ટ માટે અરજી કરનાર અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને PWBD ઉમેદવારોને અરજી ફીમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. તમે BHIM UPI, Net Banking, Visa, MasterCard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ફોર્મ માટે અરજી કરી શકો છો.

પરીક્ષા સંબંધિત વિગતો

આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે. જેમાં 60 ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં લેવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે 1 માર્કનું નેગેટિવ માર્કિંગ હશે.

 હેલ્પલાઇન નંબર મદદરૂપ થશે

કોઈપણ સહાયતા માટે તમે 8009653655 / 7068028655 પર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કોલ કરી શકો છો. આ સિવાય તમે આ ઈમેલ આઈડી hlldghs.helpdesk@gmail.com પર સંપર્ક કરી શકો છો.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ hlldghs.cbtexam.in પર જાઓ.
  • અહીં તમે હોમ પેજ પર “recruitments”  લિંક જોશો.
  •  તમે ત્યાં ક્લિક કરો, તમને એક ફોર્મ દેખાશે.
  • ફોર્મ ભરો અને તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ પછી તમારો ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • છેલ્લે પેમેન્ટ સાથે ફોર્મ સબમિટ કરો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">