Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હીરાની ચમકથી લઈ સામ્રાજ્યનાં ઉદય સુધી Gautam Adani એ પાછુ વળીને જોયુ નથી, વાંચો સફળથી લઈ સફળતાની શું રહી ચાવી

અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ની સિદ્ધિમાં સતત વધારો થઇ રહ્યો છે.તેઓ વિશ્વના દસમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 88.5 બિલિયન ડોલર છે

હીરાની ચમકથી લઈ સામ્રાજ્યનાં ઉદય સુધી Gautam Adani એ પાછુ વળીને જોયુ નથી, વાંચો સફળથી લઈ સફળતાની શું રહી ચાવી
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:16 AM

અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ની સિદ્ધિમાં સતત વધારો થઇ રહ્યો છે. જોત જોતામાં તે મુકેશ અંબાણી(Mukesh Ambani)ને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યક્તિ ( Gautam Adani has become Asia’s richest person)બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર તેઓ વિશ્વના દસમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 88.5 બિલિયન ડોલર છે જ્યારે મુકેશ અંબાણી હવે 11માં સ્થાને સરકી ગયા છે.

Gautam Adani એ Mukesh Ambaniને બીજા ક્રમે ધકેલ્યા

અંબાણીની કુલ સંપત્તિ 87.9 અબજ ડોલર છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 12 અબજ ડોલરનો વધારો થયો છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 2 અબજ ડોલરનું નુકસાન થયું છે. બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વના ટોપ-500 અબજોપતિઓમાં સૌથી વધુ વધી છે.

નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર
10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન

Gautam Adani એક ગુજ્જુ કારોબારી છે.

દેશના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી એક ગુજ્જુ કારોબારી છે. આજે અહેવાલમાં અમે  આપણે જણાવવા જઈ  રહ્યા છે કે એક સામાન્ય ગુજરાતી કાપડ વેપારીના પુત્ર ગૌતમ અદાણીએ 88.5 અબજ ડોલરની સંપત્તિનું સામ્રાજ્ય કઈ રીતે ઉભું કર્યું અને તેમની સફળતાની ચાવી કઈ છે?

વર્ષ 1962 માં ગુજરાતના અમદાવાદ શહેરમાં જન્મેલા ગૌતમ અદાણી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ગુજરાત યુનિવર્સીટીમાં બીકોમ માટે અભ્યાસ શરૂ કર્યો હતો. બીકોમની ડિગ્રી હાંસલ થાય તે પહેલા તેમને આ અભ્યાસમાં રસ પડ્યો નહિ અને બીજા વર્ષથી અભ્યસ છોડી દીધો હતો. ગૌતમમાં નાનપણથી કંઈક બનવાની અને સફળ વ્યક્તિ તરીકે ઓળખ ઉભી કરવાની મહત્વકાંક્ષા હતી.

નાનપણથી નોકરીમાં નહિ વેપારમાં હતો રસ

અન્ય ગુજરાતી લોકોની જેમ ગૌતમ અદાણી પણ નોકરિયાત નહિ પણ કારોબારી બનવા માંગતા હતા. અદાણી બિઝનેસ શીખવા મુંબઈ પહોંચ્યા હતા જ્યાં તેમને ડાયમંડ કંપનીમાં જોબ શરૂ કરી હતી. કામની અને આવડત હાંસલ કરી પોતાનો ડાયમંડ મર્ચન્ટ બિનઝેસ શરૂ કર્યો હતો. આ બિઝનેસમાં તેમને ખુશબ સારી કમાણી કરી હતી.

આ દરમ્યાન ગૌતમ અદાણીના ભાઈએ એક પ્લાસ્ટિક કંપની ખરીદી હતી જેના સંચાલન માટે ગૌતમને મુંબઈથી અમદાવાદ પરત બોલાવી લેવાયા હતા. પ્લાસ્ટિક માટે પોલી વિનાઈલ ક્લોરાઇડની જરૂર પડી હતી જેના સપ્લાય ઉપર રિલાયન્સનો દબદબો હતો. સમસ્યાઓનો હલ શોધતા તેમણે ઈમ્પોર્ટ શરૂ કર્યું હતું. સમય જતા પોતાના રો મટિરિયલના ઈમ્પોર્ટ સાથે તેમણે ઈમ્પોર્ટ એક્સપોર્ટનો કારોબાર શરૂ કરી દીધો હતો. આગળ જતા આ બિઝનેસ કેમિકલ , પેટ્રોકેમિકલ અને કોલ સુધી વિસ્તર્યો હતો.

adani at port

વર્ષ 1999 માં લાઇસન્સ રાજ પૂર્ણ થતા સફળતાનાં ડગ મંડ્યા

વર્ષ 1999 ના લિબરલાઇઝેશનના દોરમાં લાઇસન્સ રાજ પૂર્ણ થતા અદાણીને તેનો ખુબ લાભ મળ્યો હતો. ઈમ્પોર્ટ એક્સપોર્ટ ડોલરમાં થાય છે. ડોલરના ઉતાર – ચઢાવ વચ્ચે વસ્તુઓની કિંમત ક્યારેક વધઘટ થતી હતી. ગૌતમ અદાણીએ આ સમયમાં પોતાનો નફો ઓછો કરી કસ્ટમરને લાભ આપ્યો હતો. અદાણીના આ ટ્રસ્ટ ફેકટરે તેમની ખુબ સારી ઇમેજ બનાવી હતી.

1993 માં ગુજરાત સરકારે દેશના સુધી મોટા પોર્ટ મુદ્રાના સંચાલન માટે બીડ મંગાવી હતી. આ પોર્ટ ગૌતમ અદાણીને મળ્યું અને તેમની કિસ્મત પલટાઈ હતી. તેમનું ઈમ્પોર્ટ – એક્સપોર્ટ કામ ખુબ ઝડપથી વધ્યું પણ ઓછા પોર્ટ કારણે વિલંબ થવા લાગ્યો હતો. આ સમસ્યા જોતા અદાણીએ પોર્ટ ઓપરેટિંગ સેક્ટરમાં ઝંપલાવ્યું હતું.

અવરોધને વેપાર બનાવી ક્ષેત્રમાં  વર્ચસ્વ જમાવે છે

ગૌતમ અદાણીની કામ કરવાની રીત ખુબ અલગ પડે છે.અદાણી બિઝનેસની સફળતા વચ્ચે જે બાબતનો અવરોધ આવે તે ક્ષેત્રમાં પોતે વ્યવસાયમાં ઝંપલાવી હલ કાઢી નાખે છે. જેમકે ઈમ્પોર્ટ – એક્સપોર્ટ બિઝનેસ માટે પોર્ટ અને શિપિંગ બિનઝેસ , પાવર સેક્ટર માટે કોલ અને લોજિસ્ટિક બિઝનેસ શરૂ કર્યા હતા.

adani inmeeting

સાહસિક ઉદ્યોગકાર નાણાંકીય જોખમ ઉઠાવતા ખચકાતા નથી

અદાણી ગ્રુપ ખુબ તેજીથી એક્સપાન્ડ કરે છે. વિકાસ માટે રોકાણની જરૂર પડે છે. કંપનીઓ રોકાણ બે રીતે મેળવે છે. એક ઇન્ટરનલ કેપિટલ જે નફામાંથી મેળવાય છે અને બીજું એક્સટર્નલ પ્રોફિટ જેમાં કંપની ઇકવીટી ઘટાડી અથવા લોન લઈ પૈસા મેળવે છે. અદાણી ગ્રુપની મહત્તમ નિર્ભરતા ડેટ પર છે. કંપની લોન ઉપર મોટો આધારે રાખે છે. વર્ષ 2012 માં કંપની ડેટ 69200 કરોડ હતું જે ૨૦૧૯ માં ૧૨૮૦૦૦ કરોડને પાર પહોંચ્યું હતું. આ નિર્ભરતાના કારણે ગ્રુપના પ્રમોટર્સના ૬૦ ટકાથી વધુ શેર્સ બેંકોમાં ગીરવી છે.

અદાણી ઉપર રાજકીય પાર્ટીઓના આશીર્વાદ અને દુરુપયોગને આક્ષેપો પણ થયા હતા આજે અદાણી ગ્રુપની 6 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે આજે સાતમી કંપનીઅદાણી વિલ્મર  લિસ્ટ થઇ રહી છે. એફની ગ્રુપની કંપનીઓ ૧ વર્ષમાં મજબૂત સ્થિતિ સાથે કારોબાર કરી રહી છે. અદાણી ગ્રુપ નફાના ૩ ટકા સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરે છે.

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
g clip-path="url(#clip0_868_265)">