આજે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાને લગતી તમામ માહિતી

આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. આમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુના 3,500,000 ઇક્વિટી શેર વેચવામાં આવશે. કંપનીના એક લોટમાં 1000 શેર છે. એટલે કે રોકાણકારોએ તેના ઇશ્યૂમાં ઓછામાં ઓછા રૂ. 1,40,000નું રોકાણ કરવું પડશે.

આજે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાને લગતી તમામ માહિતી
Aether Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:50 AM

ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલ એન્ડ રિસર્ચનો આઇપીઓ(Global Longlife Hospital IPO) આજે એટલે કે 21 એપ્રિલે ખુલ્યો છે. કંપની રૂ. 49 કરોડ એકત્ર કરવા માટે IPO લાવી છે અને આ IPO 25 એપ્રિલ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. IPOની કિંમત ઇક્વિટી શેર દીઠ રૂ. 140 નક્કી કરવામાં આવી છે અને રોકાણકારો ઓછામાં ઓછા 1000 શેર માટે બિડ કરી શકે છે. ઇશ્યુના 50 ટકા રિટેલ રોકાણકારો માટે અને 50 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. ઈશ્યુ હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુના 35 લાખ નવા ઈક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે. આ એક SME કંપની છે અને તેનું લિસ્ટિંગ પણ એક્સચેન્જની SME કેટેગરીમાં હશે. BSE SME પર લિસ્ટિંગ થયા પછી પ્રમોટર્સનું હોલ્ડિંગ 81.43% થી ઘટીને 54.29% થશે.

રૂપિયા 1,40,000 નું રોકાણ કરવું પડશે

આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. આમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુના 3,500,000 ઇક્વિટી શેર વેચવામાં આવશે. કંપનીના એક લોટમાં 1000 શેર છે. એટલે કે રોકાણકારોએ તેના ઇશ્યૂમાં ઓછામાં ઓછા રૂ. 1,40,000નું રોકાણ કરવું પડશે. ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલના ઇશ્યૂમાં બિડર માત્ર એક લોટ માટે બોલી શકે છે. કંપનીના શેરની ફાળવણી 29 એપ્રિલ 2022ના રોજ થશે. તે જ સમયે એવી પણ અપેક્ષા છે કે ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલના શેરનું લિસ્ટિંગ 5 મે 2022ના રોજ થઈ શકે છે.

કંપની આ સેવાઓ પ્રદાન કરે છે

કંપની આ IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ લીઝ હોલ્ડના આધારે જમીન મેળવવા માટે કરશે. અગાઉ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે લીધેલી લોનની પરત ચૂકવણી કરવી. ગ્લોબલ લોંગલાઇફ એન્ડ રિસર્ચ લિમિટેડ કેન્સર, હૃદય રોગ, ચામડીના રોગો અને સ્ત્રીરોગવિજ્ઞાનની સારવાર પૂરી પાડે છે અને સ્પાઇન સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, અલ્ટ્રાસાઉન્ડ, માઇક્રોબાયોલોજી, ડાયાલિસિસ અને મનોરોગ ચિકિત્સા જેવી તબીબી સેવાઓ પણ પૂરી પાડે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નાણાકીય સ્થિતિ

જો આપણે કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ, તો નાણાકીય વર્ષ 2018-19માં તેનો ચોખ્ખો નફો 136.47 લાખ રૂપિયા હતો. પરંતુ નાણાકીય વર્ષ 2019-20માં કંપનીને 86.24 લાખ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. જો કે, આગામી નાણાકીય વર્ષ 2020-21માં પરિસ્થિતિમાં સુધારો થયો અને ગ્લોબલ લોંગલાઈફ એન્ડ રિસર્ચ લિમિટેડે રૂ. 103.54 લાખનો નફો મેળવ્યો. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કંપનીએ 386.31 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે.

Global Longlife Hospital IPO Details

IPO Opening Date 21-Apr-22
IPO Closing Date 25-Apr-22
Issue Type Fixed Price Issue IPO
Face Value ₹10 per equity share
IPO Price ₹140 per equity share
Market Lot 1000 Shares
Min Order Quantity 1000 Shares
Listing At BSE SME
Issue Size 3,500,000 Eq Shares of ₹10 (aggregating up to ₹49.00 Cr)
Fresh Issue 3,500,000 Eq Shares of ₹10 (aggregating up to ₹49.00 Cr)
Retail Shares Offered 50% of the net offer
NII (HNI) Shares Offered 50% of the net offer

આ પણ વાંચો : Tata Steel એ લીધો મોટો નિર્ણય, રશિયા સાથે વેપાર પર પ્રતિબંધ મૂક્યો

આ પણ વાંચો :  હવે ભારતમાં નહીં મળે Datsun કાર, Nissan એ ભારતમાં બંધ કર્યું વેચાણ, જાણો કેમ લેવાયો નિર્ણય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">