AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક

FMGE December 2022 Result : પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે. ઉમેદવારો પણ અહીં જણાવેલા સ્ટેપ્સ દ્વારા સરળતાથી પરિણામ ચકાસી શકે છે.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક
FMGE December 2022 Result
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 7:23 AM
Share

FMGE December 2022 Result : મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) એ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) ડિસેમ્બર 2022 સત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.

આ પણ વાંચો : મેડિકલ માટે NExT પરીક્ષા પેટર્ન તૈયાર, પરીક્ષા બે STEPSમાં લેવામાં આવશે, ડ્રાફ્ટ જુઓ

જાહેર કરાયેલી ઓફિશિયલ નોટિસમાં જણાવાયું છે કે, 20 જાન્યુઆરી, 2023ના રોજ આયોજિત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) ડિસેમ્બર 2022 સત્રનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે NBEMS વેબસાઇટ્સ natboard.edu.in અને nbe પર જોઈ શકાય છે.

આ ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી

NBE 10 ફેબ્રુઆરી અથવા તે પછી આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના વ્યક્તિગત સ્કોરકાર્ડ જાહેર કરશે. પરીક્ષા 20 જાન્યુઆરી 2023ના રોજ લેવામાં આવી હતી. 31,943 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ એવા ઉમેદવારો સામે કોર્ટ કેસો છે, જેમના ફેસ આઈડી વેરિફિકેશન હેઠળ છે. તે ઉમેદવારોને હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે ડિસેમ્બર સત્રની પરીક્ષા માટે કુલ 33,001 ઉમેદવારોએ અરજી કરી હતી. આમાંથી લગભગ 3 ટકા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા ન હતા. પરીક્ષા માટે લગભગ 31,943 એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.

How to Check FMGE December 2022 Result

  1. સૌ પ્રથમ ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in પર જાઓ.
  2. હોમ પેજ પર આપેલા FMGE ટેબ પર ક્લિક કરો.
  3. અહીં ડિસેમ્બર 2022 સત્રના પરિણામની લિંક પર ક્લિક કરો.
  4. હવે અહીં પરિણામ જોવા માટે લિંક પર ક્લિક કરો.
  5. પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
  6. હવે તપાસો અને પ્રિન્ટ કાઢી લો.

ડિસેમ્બર સત્રમાં તમામ FMGE પાસ ઉમેદવારોને ભારતમાં વધુ તબીબી પ્રેક્ટિસ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન મંજૂર કરવામાં આવશે. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવવા માટે નોટિસમાં દર્શાવેલી જગ્યાએ રિપોર્ટ કરવાનું રહેશે.

જણાવી દઈએ કે NEET ફેલોશિપ એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન NBE દ્વારા 10 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવશે. ઉમેદવારો આ પરીક્ષા અને જાહેર થયેલા પરિણામ અંગે ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલી નોટિસને ચકાસી શકે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">