AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Term 2 Sample Paper: CBSE ટર્મ-2ની પરીક્ષાનું સેમ્પલ પેપર ટૂંક સમયમાં બહાર પડશે, તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો

CBSE Term 2 Sample Paper: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સેમ્પલને સત્તાવાર વેબસાઈટ્સ - cbse.nic.in અને cbseresults.nic.in પર રિલીઝ કરી શકે છે.

CBSE Term 2 Sample Paper: CBSE ટર્મ-2ની પરીક્ષાનું સેમ્પલ પેપર ટૂંક સમયમાં બહાર પડશે, તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:58 PM
Share

CBSE Term 2 Sample Paper: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને 12 ટર્મ-2ની પરીક્ષાના સેમ્પલ પેપર બહાર પાડશે. ઓમિક્રોનના કારણે શિક્ષણ વિભાગના નિયામક ડૉ. જોસેફ એમેન્યુઅલે CBSE સમિતિને બે પ્રકારના પેપર પેટર્ન પર ધ્યાન કેન્દ્રીત કરવા નિર્દેશ આપ્યો છે.

તમે અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને CBSEમાંથી નમૂનાનું પેપર ડાઉનલોડ કરી શકશો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માર્ચ અથવા એપ્રિલ 2022માં ધોરણ 10 અને 12 બોર્ડની ટર્મ-2 પરીક્ષાઓનું આયોજન કરી શકે છે. જોકે કોરોના રોગચાળાની અસર વધતાં બોર્ડ દ્વારા પરીક્ષા સિવાય અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી શકે છે. આ વખતે સીબીએસઈએ વિદ્યાર્થીઓને પેપરનું ફોર્મેટ સમજવામાં મદદ કરવા માટે સેમ્પલ પેપર પણ વેબસાઈટ પર અપલોડ કર્યા હતા.

આ રીતે માર્કિંગ થશે

ટર્મ 1માં લેવાયેલી પરીક્ષા હેઠળ, બોર્ડ OMR શીટ તપાસશે અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે માર્ક્સ શેર કરશે. માહિતી મુજબ CBSE બોર્ડ પરીક્ષા 2022 ટર્મ 1ના પરિણામો ફક્ત દરેક વિષયના ગુણના સ્વરૂપમાં જાહેર કરવામાં આવશે. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પછી પાસ, કમ્પાર્ટમેન્ટ અને જરૂરી રિપીટ કેટેગરીમાં કોઈપણ વિદ્યાર્થીને મૂકવામાં આવશે નહીં. CBSE ટર્મ 2 બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

પરીક્ષા પેટર્ન

10મી અને 12મીની ટર્મ 2ની પરીક્ષાઓ માર્ચ-એપ્રિલ 2022 મહિનામાં લેવામાં આવે તેવી શક્યતા છે. તેમાં વિષયલક્ષી અને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોનું મિશ્રણ હશે. વિદ્યાર્થીઓ સારા સ્કોરિંગ માટે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે. આનાથી તેમને પરીક્ષાની પેટર્ન સમજવામાં પણ મદદ મળશે.

CBSE વર્ગ 10 ટર્મ 2ની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022 મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ વર્ણનાત્મક રીતે લેવામાં આવશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ જવાબ લખવાની તૈયારી શરૂ કરવી જોઈએ કારણ કે ટર્મ 2 ની પરીક્ષા 2 કલાકની હશે.

ટર્મ 1 પરિણામ

CBSE જાન્યુઆરી 2022માં ધોરણ 10માં, 12માં ટર્મ 1 બોર્ડની પરીક્ષા 2022નું પરિણામ જાહેર કરવા માટે તૈયાર છે. મહત્વનું છે કે CBSE તેની સત્તાવાર વેબસાઈટ્સ – cbse.nic.in અને cbseresults.nic.in પર CBSE વર્ગ 10, 12 ટર્મ 1 પરિણામ 2022 પ્રકાશિત કરશે.

આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

આ પણ વાંચો : Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

g clip-path="url(#clip0_868_265)">