AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career News : ગુજરાત ST વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી, 3400થી વધુ જગ્યા ભરવામાં આવશે

એસટી બસમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી (Recruitment) કરાશે, જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.

Career News : ગુજરાત ST વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી, 3400થી વધુ જગ્યા ભરવામાં આવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 12:23 PM
Share

નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3400થી વધુ ભરતી કરવામાં આવશે. એસટી બસમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી (Recruitment) કરાશે, જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.

આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદના રખિયાલથી ગુમ થયેલા 3 બાળકો રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા

ગુજરાત એસટી વિભાગમાં આટલા મોટા પ્રમાણમાં ભરતી માટે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એસ.ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત 2100, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ

આ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.

મહત્વનું છે કે ગુજરાત (Gujarat) સરકારે વર્ગ 3ની ભરતી (class 3 Recruitment) માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે.

નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">