કોરોનાને ધ્યાનમાં રાખીને ICAIનો વિદ્યાર્થીના હિતમાં નિર્ણય, રજિસ્ટ્રેશન પ્રક્રિયા ફરીથી ખોલવામાં આવી

જે વિદ્યાર્થીઓ ડિસેમ્બરમાં CAની પરીક્ષા આપવા ઈચ્છે છે તેઓ ICAIની સતાવાર વેબસાઈટ icai.org પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને ICAIનો વિદ્યાર્થીના હિતમાં નિર્ણય, રજિસ્ટ્રેશન પ્રક્રિયા ફરીથી ખોલવામાં આવી
ICAI CA Exam 2021

ICAI CA Exam 2021 :  ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા ડિસેમ્બરની પરીક્ષાઓ માટે ફરી એક વાર રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે.જે ઉમેદવારો હજુ પણ અરજી કરવા ઇચ્છે છે તેઓ સત્તાવાર સાઇટ icai.org ની મુલાકાત લઇને રજિસ્ટ્રેશન કરી શકે છે.

ICAIની જાહેરાત મુજબ ડિસેમ્બર પરીક્ષા 2021 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા (Registration Process) સોમવારે 12 વાગ્યેથી શરૂ થઈ હતી અને 12 ઓક્ટોબર, 2021 ના રોજ 11:59 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉમેદવારો આઈસીએઆઈ (ICAI) ડિસેમ્બર પરીક્ષા 2021 માટે લેટ ફી તરીકે 600 રૂપિયા ચૂકવવાના રહેશે.ઉપરાંત,ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ડિસેમ્બર સત્ર માટે ICAI CA પરીક્ષા 2021 માટે અરજી કરવાની આ છેલ્લી તક છે. પ્રવર્તમાન કોવિડ 19 પરિસ્થિતિને (Covid 19 Condition) કારણે સંસ્થા દ્વારા આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓના હિતમાં ખુલ્લી મુકવામાં આવી છે.

CA ની પરીક્ષા 5 ડિસેમ્બરથી શરૂ થશે

CA ની આ પરીક્ષા 5 ડિસેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે. ICAI દ્વારા સમયસર એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે અને પરીક્ષા અંગેની સૂચનાઓ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ડિસેમ્બર રાઉન્ડ માટે સીએ પરીક્ષા 2021 ફાઇનલ, ઇન્ટરમીડિયેટ,(Inter Mediate)  ઇન્ટરમીડિયેટ (IPCC),ફાઉન્ડેશનના વિવિધ અભ્યાસક્રમો માટે લેવામાં આવશે.

આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

Step:1 સૌ પ્રથમ ICAIની સત્તાવાર વેબસાઈટ icai.org પર જાઓ
Step:2 હોમ પેજ પર ઉપલબ્ધ ‘Exam’ વિકલ્પ પર ક્લિક કરો.
Step:3 અથવા પરીક્ષા પોર્ટલની ડાયરેક્ટ લિંક CAI CA Exam 2021 Registration પર ક્લિક કરો
Step:4 ‘Candidate Portal’માં લોગ ઇન કરવા માટે આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
Step:5 જરૂરી વિગતો ભરી, દસ્તાવેજો અપલોડ કરો અને લેટ અરજી ફી ચૂકવો.
Step:6 સબમિટ પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

 

આ પણ વાંચો : UPSC Success Story: 16 ફ્રેક્ચર અને 8 સર્જરી પછી પણ હાર ન માની, ઉમ્મુલ પ્રથમ પ્રયાસમાં IAS અધિકારી બની

આ પણ વાંચો : UGC NET 2021 Exam: NTA UGC NETની પરીક્ષા સ્થગિત, અહીં જુઓ નવી તારીખ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati