BASE University New Campus: વડાપ્રધાન મોદી આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનું કરશે ઉદ્ઘાટન
સીએમએ ઉદ્ઘાટનને લઈ તૈયારીઓને લઈ એક બેઠક કરી હતી. ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ઘાટનને લઈ શું તૈયારીઓ ચાલી રહી છે, તેની વાત પર ચર્ચા થઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 6 ડિસેમ્બરે બેંગ્લોરમાં ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટીના નવા પરિસરનું (BASE University New Campus) ઉદ્ઘાટન કરશે. આ અવસરે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ (CM Basavaraj Bommai)તેમની સાથે હાજર રહેશે. મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ આ વાતની જાણકારી આપી છે.
સીએમએ ઉદ્ઘાટનને લઈ તૈયારીઓને લઈ એક બેઠક કરી હતી. ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ઘાટનને લઈ શું તૈયારીઓ ચાલી રહી છે, તેની વાત પર ચર્ચા થઈ. ત્યારે 6 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બેંગ્લોરમાં ડો.બી.આર. આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટી (BASE University)નું ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટન સમારોહની તૈયારી પર ચર્ચાને લઈ થયેલી બેઠકમાં મંત્રી વી સોમન્ના, સી એ અશ્વથ નારાયણ, મુનિરત્ન, વરિષ્ઠ અધિકારી અને વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. ભાનુમૂર્તિ ( Chancellor Dr Bhanumurthy)હાજર રહ્યા.
લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સની તર્જ પર મોડલ બનાવ્યું
ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યૂનિવર્સિટી, બેગ્લોરને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની તર્જ પર બનાવવામાં આવ્યું છે.આ યૂનિવર્સિટીમાં બીએસસી (ઓનર્સ) અર્થશાસ્ત્રની પ્રથમ બેચ જૂન-જુલાઈ 2017માં શરૂ કરવામાં આવી હતી. ડો. બી.આર. આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યૂનિવર્સિટી, શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન 2017માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી હવે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.
43.45 એકર જમીન પર સ્થિત
યુનિવર્સિટીના ઉદ્ઘાટન બાદ શિક્ષણ ક્ષેત્રે અનેક નવા રસ્તાઓ ખુલશે. યુનિવર્સિટી કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવેલી 43.45 એકર જમીન પર સ્થિત છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં સ્થિત, સંસ્થાની પાસે ઘણી સુવિધાઓ છે, સાથે જ પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સ્માર્ટ કલાસ સિવાય પરિસરમાં એક ઓડિટોરિયમ, એક શિક્ષણ સંસાધન કેન્દ્ર, વિદ્યાર્થીઓ માટે જીમ અને કર્મચારીઓની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે રહેવાની સગવડ છે.
આ પણ વાંચો: GMDC ગ્રાઉન્ડ ખાતે 26મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે “ગુજરાત ડ્રોન મહોત્સવ”
આ પણ વાંચો: Maharashtra: 1 ડિસેમ્બરથી સ્કૂલે જઈ શકશે 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓ, સરકારે ફરીથી ફિઝિક્લ કલાસને આપી મંજૂરી