AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંઘર્ષ વચ્ચે અડીખમ ઉભા રહેનાર અલ્તાફ શેખની ચા પકોડા વેચવાથી લઈને IPS સુધીની સફર

શુક્રવારે UPSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પરીક્ષામાં કુલ 761 ઉમેદવારો સફળ રહ્યા છે. જેમાં 545 પુરૂષો અને 216 મહિલાઓનો સમાવેશ થાય છે.

સંઘર્ષ વચ્ચે અડીખમ ઉભા રહેનાર અલ્તાફ શેખની ચા પકોડા વેચવાથી લઈને IPS સુધીની સફર
Altaf Sheikh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:02 PM
Share

Success Story : પુણે જિલ્લાના કાટેવાડીના અલ્તાફ શેખે UPSC પરીક્ષામાં સફળતા મેળવીને હિંમતનો નવો દાખલો બેસાડ્યો છે. ગ્રામીણ વિસ્તારના અલ્તાફનો સંઘર્ષ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે. ઘરમાં નાજુક પરિસ્થિતિ હોવા છતાં, અલ્તાફે તેના માતા-પિતાનું IPS બનવાનું સ્વપ્ન સખત મહેનત અને સમર્પણથી સાકાર કર્યું છે. તેઓ અગાઉ સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનના (Central Public Commission) આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બન્યા હતા અને હવે ભારતીય પોલીસ સેવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

એક સમયે શાળામાં ભજીયા અને ચા વેચતો અલ્તાફ બન્યો IPS અધિકારી

અલ્તાફ શેખે શુક્રવારે જાહેર થયેલી યુપીએસસી પરીક્ષાને (UPSC Exam) ક્રેક કરી છે. એક સમયે શાળામાં ભજીયા અને ચા વેચતા અલ્તાફ હવે આઈપીએસ અધિકારી બની ગયા છે. તેઓ બારમતી તાલુકાના પ્રથમ IPS અધિકારી બન્યા છે.

તમને જણાવી દઈએ કે,અલ્તાફે (Altaf Sheikh) ઇસ્લામપુરની નવોદય વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે ફૂડ ટેકનોલોજીમાં BA કર્યું. હાલમાં તે ઉસ્માનાબાદમાં ઈંટેલિજન્સ અધિકારી તરીકે કાર્યરત છે.

નાયબ મુખ્યમંત્રી અજીત પવારની પહેલથી બારામતીમાં એકેડેમી શરૂ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને સુનેત્રા પવારની પહેલથી ગ્રામ્ય વિસ્તારના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે ઉદ્દેશથી બારામતીમાં રાષ્ટ્રવાદી કારકિર્દી એકેડેમી (National Career Academy) શરૂ કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ અકાદમીમાંથી અભ્યાસ કરનાર અલ્તાફ શેખ આજે IPS બન્યા છે. હાલ, બારામતીમાં રાષ્ટ્રવાદી કારકિર્દી એકેડેમીમાં પણ ખુશીનુ મોઝુ ફરી વળ્યુ છે.

આ એકેડેમીથી ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનોના સપનાને પાંખ મળી 

રાષ્ટ્રિય કારકિર્દી એકેડેમીની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (Competitive Exam) મદદ કરવાનો છે. આ એકેડમીમાંથી અત્યાર સુધીમાં 47 ગેઝેટેડ અધિકારીઓ (Officers) બનાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં યુવક -યુવતીઓ સરકારી નોકરીઓમાં દેશની સેવા કરી રહ્યા છે. હાલ આ અનોખી પહેલથી ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનોના સપનાને પાંખ મળી છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે UPSC પરીક્ષાનું પરિણામ (UPSC Result) જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પરીક્ષામાં કુલ 761 ઉમેદવારો સફળ રહ્યા છે. જેમાં 545 પુરૂષો અને 216 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: UPSCના સફળ ઉમેદવારોને પ્રધાનમંત્રી મોદીએ આપી શુભેચ્છા, નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ !

આ પણ વાંચો:  UPSC Result: જાગૃતિ અવસ્થી દેશમાં બીજા ક્રમે અને મહિલાઓમાં પ્રથમ ક્રમે, GATEમાં 51 મો ક્રમ મેળવીને આવી રીતે કરી IASની તૈયારી

g clip-path="url(#clip0_868_265)">