UPSCના સફળ ઉમેદવારોને પ્રધાનમંત્રી મોદીએ આપી શુભેચ્છા, નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ !

શુક્રવારે UPSC પરીક્ષાનું પરિણામ (UPSC Result) જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પરીક્ષામાં કુલ 761 ઉમેદવારો સફળ રહ્યા છે. જેમાં 545 પુરૂષો અને 216 મહિલાઓનો સમાવેશ થાય છે.

UPSCના સફળ ઉમેદવારોને પ્રધાનમંત્રી મોદીએ આપી શુભેચ્છા, નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ !
Mann ki Baat PM Modi Live
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 1:06 PM

UPSC Result 2021:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC)સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને અભિનંદન આપ્યા છે, તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, જાહેર સેવામાં ઉત્તેજક અને સંતોષકારક કારકિર્દી (Satisfied Career) તેમની રાહ જોઈ રહી છે. કારણ કે તેઓ મુખ્ય વહીવટી ભૂમિકાઓ પર આગળ વધશે. ઉપરાંત વધુમાં લખ્યુ કે, “આપણા રાષ્ટ્રની યાત્રાની મહત્વની સફર માટે શુભકામના”

નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ

પ્રધાનમંત્રીએ યુપીએસસીની સિવિલ પરીક્ષામાં (UPSC Examination) સફળ રહેલા ઉમેદવારોને શુભેચ્છા આપી સાથે આ પરિક્ષામાં નિષ્ફળ રહેલા ઉમેદવારોને(Candidates)  પણ મહત્વનો સંદેશ આપ્યો છે,તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે,જે યુવા મિત્રોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી નથી, તેને હું કહેવા માંગુ છું કે – તમે ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિઓ છો. થોડા વધુ પ્રયાસોની રાહ છે. તે જ સમયે, દેશમાં વિવિધ તકો છે જે તમારી રાહ જોઈ રહી છે. તમે જે પણ કરવાનું નક્કી કરો તે માટે શુભકામનાઓ. ”

સુરતના કાર્તિક જીવાણીએ સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો

ઉલ્લેખનીય છે કે, આ વખતે યુપીએસસીની સિવિલ પરીક્ષામાં (Civil Services)કુલ કુલ 761 ઉમેદવારો જ સફળ રહ્યા છે, જેમાં 545 પુરૂષો અને 216 મહિલાઓનો સમાવેશ થાય છે. UPSC દ્વારા દેશમાં અમલદારો, રાજદ્વારીઓ અને પોલીસ અધિકારીઓ સહિત અન્ય સિવિલ સેવકોની પસંદગી માટે વાર્ષિક ધોરણે આ પરીક્ષા લેવાામાં આવે છે.તમને જણાવી દઈએ કે, આ વખતે પ્રથમ વખત UPSC પરીક્ષામાં ટોપ ટેનમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે.સુરતના કાર્તિક જીવાણીએ(Kartik Jivani)  સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.

આ પણ વાંચો: UPSC Result: જાગૃતિ અવસ્થી દેશમાં બીજા ક્રમે અને મહિલાઓમાં પ્રથમ ક્રમે, GATEમાં 51 મો ક્રમ મેળવીને આવી રીતે કરી IASની તૈયારી

આ પણ વાંચો:  CAT 2021 અરજી ફોર્મમાં સુધારો આવતીકાલથી શરૂ થશે, આ રીતે કરી શકાશે સુધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">