AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story : તાલિબાનના મોં પર થપ્પડ ! અફઘાન મહિલાએ MA માં જીત્યો ગોલ્ડ મેડલ

Afghan Woman Wins Gold Medal : સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અફઘાનિસ્તાનની વિદ્યાર્થીનીએ MA પબ્લિક એડમિનિસ્ટ્રેશન કોર્સમાં ટોપ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

Success Story : તાલિબાનના મોં પર થપ્પડ ! અફઘાન મહિલાએ MA માં જીત્યો ગોલ્ડ મેડલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 10:48 AM
Share

Gujarat University Topper : Afghanistan માં તાલિબાન શાસન પછી જ્યાં મહિલા શિક્ષણ પર સતત પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં MA Courseમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વિદ્યાર્થીનું નામ રઝિયા મુરાદી છે. રઝિયા માને છે કે તે અફઘાનિસ્તાનની તે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે શિક્ષણથી વંચિત છે.

આ પણ વાંચો : શું તમે સ્પોર્ટસમાં કરિયર બનાવવા માંગો છો, SAIમાં 152 જગ્યાઓ માટે અરજીનો આ છેલ્લો દિવસ છે

મીડિયા સાથે વાત કરતા રઝિયાએ કહ્યું કે, હું તાલિબાનને કહેવા માંગુ છું કે જો તક આપવામાં આવે તો મહિલાઓ પણ કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે, આ તાલિબાનને મારો જવાબ છે.

સાઉથ Gujarat Universityમાં મેડલ મેળવ્યો

અફઘાનિસ્તાનની રહેવાસી રઝિયા મુરાદીએ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કોર્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેની જીતે અફઘાન મહિલાઓ માટે એક દાખલો બેસાડ્યો છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ વિરુદ્ધ અપરાધ વધી રહ્યા છે.

TOIના રિપોર્ટ અનુસાર, રઝિયા 3 વર્ષથી તેના પરિવારથી દૂર છે. રઝિયા મુરાદીનું 6 માર્ચે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના દીક્ષાંત સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેણે 8.60 CGPA ગ્રેડ સાથે MAમાં ટોપ કર્યું છે. મેડલ જીત્યા બાદ તેણે કહ્યું કે, તે આગળ ભણવા માંગે છે.

PhD કરી રહી છે રઝિયા

રઝિયાએ એપ્રિલ 2022માં એમએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હવે તે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહી છે. અફઘાનિસ્તાનથી ભારત આવ્યા પછી, તેણે કોવિડ લોકડાઉનને કારણે ઓનલાઈન મોડ પર પોતાનો અભ્યાસ શરૂ કર્યો. તેણે માત્ર 2 સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઈન આપી હતી. બાદમાં કોલેજમાં વર્ગો શરૂ થયા બાદ છેલ્લા બે સેમેસ્ટરનો અભ્યાસ ઓફલાઈન કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે ત્યારથી મહિલાઓની હાલત ખરાબ થઈ રહી છે. મહિલાઓને કામ કરવા અને સાર્વજનિક સ્થળો પર જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">