Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંપર વેકેન્સી….CRPF, CISF સહિત છ ડિપાર્ટમેન્ટમાં ખાલી છે 84000 જગ્યાઓ, જાણો ક્યારે થશે ભરતી

Sarkari Naukri Updates : સશસ્ત્ર દળોમાં હજારો જગ્યાઓ ખાલી છે. સરકારે આ અંગે માહિતી આપી છે. આવો જાણીએ કે આ જગ્યાઓ પર ક્યારે નિમણૂક કરવામાં આવશે.

બંપર વેકેન્સી....CRPF, CISF સહિત છ ડિપાર્ટમેન્ટમાં ખાલી છે 84000 જગ્યાઓ, જાણો ક્યારે થશે ભરતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:39 AM

Armed Forces Vacancy : દેશભરમાં સશસ્ત્ર દળોમાં નોકરી માટે તૈયારી કરતા યુવાનોની સંખ્યા લાખોમાં છે. આ યુવાનો એક દિવસ નોકરી મળશે એવી આશા સાથે નોકરીની તૈયારી કરતા રહે છે. હાલમાં Armed Forces માં હજારો જગ્યાઓ ખાલી છે. ખુદ સરકારે આ અંગે માહિતી આપી છે. આ પછી યુવાનો દ્વારા એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આ જગ્યાઓ માટે ભરતીનું આયોજન ક્યારે કરવામાં આવશે.

આ પણ વાંચો : Breaking news :સરકારની મહત્વની જાહેરાત, પૂર્વ Agniveerને BSFમાં 10 ટકા અનામત મળશે; વય મર્યાદામાં છૂટછાટ

સરકારે માહિતી આપી હતી કે CRPF અને BSF જેવા છ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)માં મંજૂર પોસ્ટની સંખ્યા 10,05,520 છે. તેમાંથી 84,866 જગ્યાઓ ખાલી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતાં આ માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ મહિનામાં CAPFમાં નિમણૂકો પણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન 31,785 યુવાનોને CAPFમાં નોકરી આપવામાં આવી હતી.

શું તમે hero Splendor નામનો અર્થ જાણો છો?
Vastu Tips: ઘરમાં મધમાખીનું મધપૂડો બનાવવું શુભ કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ

પદ ખાલી હોવાનું કારણ શું છે?

હવે સવાલ એ થાય છે કે આ જગ્યાઓ ખાલી રહેવાનું કારણ શું છે. ક્યા કારણોસર આ જગ્યાઓ ખાલી પડી છે. સરકારે કહ્યું કે, CAPF માં ખાલી જગ્યાઓ પાછળ ઘણા કારણો છે. જેમાં નિવૃત્તિ, રાજીનામું, પ્રમોશન, મૃત્યુ, નવી બટાલિયનની સ્થાપના, નવી પોસ્ટની રચના જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ક્યા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે?

કુલ છ વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં 29,283 પોસ્ટ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં 19,987, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) માં 19,475, સશાસ્ત્ર સીમા બલ (SSB) માં 8,273, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) માં 4,142 જગ્યાઓ આસામ રાઈફલ્સમાં 3,706 જગ્યાઓ ખાલી છે. તે જ સમયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં ડૉક્ટરોની 247 જગ્યાઓ અને નર્સ અને અન્ય તબીબી કર્મચારીઓની 2,354 જગ્યાઓ ખાલી છે.

આ જગ્યાઓ પર ક્યારે ભરતી થશે?

જો કે કેન્દ્ર સરકાર દ્વારા ખાલી જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવી છે, પરંતુ આ જગ્યાઓ પર નિમણૂક માટે ભરતી અભિયાન ક્યારે શરૂ થશે તે હજુ સુધી કહેવામાં આવ્યું નથી. જો કે, કેન્દ્ર સરકારે આગામી એક વર્ષમાં 10 લાખથી વધુ ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવાની યોજના બનાવી છે. આ મુજબ સશસ્ત્ર દળોમાં નિમણૂક માટે ટૂંક સમયમાં ભરતી સૂચના જાહેર કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">