ભારતમાં સસ્તી મળતી આ કારની, પાકિસ્તાનમાં વેચાણ કિંમત જાણીને ચોકી જશો
ભારત અને પાકિસ્તાન બન્ને દેશ આઝાદ થયાની વચ્ચે માત્ર ગણતરીની સેકન્ડનો જ તફાવત રહ્યો છે. આમ છતા, ભારત આજે વિશ્વમાં ડંકો વગાડે છે જ્યારે પાકિસ્તાનને હજુ પગભર ઊભા થવાની મહેનત કરવી પડી રહી છે. ભારત અને પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાનો સ્પષ્ટ તફાવત એ વાતથી જાણી શકાય છે કે, સુઝુકીની એક કારની કિંમત ભારતમાં 4 લાખની આસપાસ છે ત્યારે પાકિસ્તાનમાં એ જ કારની કિંમત 30 લાખથી વઘુ છે.

ભારતમાં સૌથી લોકપ્રિય હેચબેક મારૂતિ સુઝુકી અલ્ટોની શરૂઆતની કિંમત માત્ર 3.50 લાખ રૂપિયાથી થાય છે. જોકે, પાકિસ્તાનમાં સુઝુકી અલ્ટોની કિંમત 23.31 લાખ રૂપિયાથી વધુ છે. પાકિસ્તાનમાં આટલી ઊંચી કિંમતો પાછળનું સ્પષ્ટ કારણ સ્થાનિક ઉત્પાદનનો અભાવ અને આયાત પર નિર્ભરતા છે.
પાકિસ્તાનમાં કાર ખરીદવી એ સામાન્ય માણસ માટે એક સ્વપ્નથી સહેજ પણ ઓછું નથી. જ્યારે ભારતમાં કારની કિંમતો સરેરાશ મધ્યમ વર્ગના પરિવારની પહોંચમાં હોય છે, ત્યારે પાકિસ્તાનમાં, તે જ કાર ઘણી ઊંચી કિંમતે વેચાય છે. તેનું એક મુખ્ય ઉદાહરણ મારૂતિ સુઝુકી વેગનઆર છે. ભારતમાં, આ કારની શરૂઆતની કિંમત લગભગ 4.98 લાખ રૂપિયાની આસપાસ છે, જ્યારે પાકિસ્તાનમાં, આ જ કાર લગભગ 32.14 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.
તેવી જ રીતે, ભારતમાં સૌથી લોકપ્રિય હેચબેક મારૂતિ સુઝુકી અલ્ટો માત્ર 3.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે, પાકિસ્તાનમાં સુઝુકી અલ્ટોની કિંમત 23.31 લાખ રૂપિયાથી વધુ છે. આ તફાવત એટલો મોટો છે કે તફાવતની આટલી રકમમાં તો ભારતમાં તમે મધ્યમ કદની SUV ખરીદી શકો છો
પાકિસ્તાનમાં કારની કિંમત આસમાને
- સુઝુકી અલ્ટો: ₹23.31 લાખથી શરૂ
- સુઝુકી સ્વિફ્ટ: ₹47.19 લાખ
- ટોયોટા ફોર્ચ્યુનર: ₹1.45 કરોડ
- હોન્ડા સિટી: ₹46.5 લાખ
- ટોયોટા કોરોલા: ₹62 લાખથી શરૂ
- મહિન્દ્રા થાર: ₹28 લાખ
- વેગનઆર: ₹32 લાખ
આ કિંમતો જોતાં, એ સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાનમાં કાર ખરીદવી એ લોકો માટે મોટો નાણાકીય બોજ છે. દરમિયાન, ભારતમાં આ જ કારની કિંમત ઘણી ઓછી છે.
આટલી ઊંચી કિંમતો શા માટે ?
પાકિસ્તાનમાં કારની ઊંચી કિંમતો પાછળનું સ્પષ્ટ કારણ સ્થાનિક ઉત્પાદનનો અભાવ અને આયાત પર નિર્ભરતા છે. વધુમાં, ઊંચા કર, ફુગાવો અને ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનું ઘટતું મૂલ્ય પણ કારના ભાવમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગની સ્થિતિ
જ્યારે ભારતમાં એક સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર અલ્ટો, વેગનઆર અને સ્વિફ્ટ જેવી કાર સરળતાથી ખરીદી શકે છે, ત્યારે પાકિસ્તાનમાં આ જ કાર ખરીદવી અત્યંત મુશ્કેલ છે. આ મોટો ભાવ તફાવત બંને દેશોની અર્થવ્યવસ્થા અને ઓટોમોબાઈલ ઉદ્યોગોની સ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે. પાકિસ્તાનમાં, કાર ખરીદવી હજુ પણ વૈભવી માનવામાં આવે છે, જ્યારે ભારતમાં, તે એક સામાન્ય જરૂરિયાત બની ગઈ છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ- ડિઝલના વાહનની સરખામણીએ ઈલેક્ટ્રિક વ્હીકલનો ઈન્સ્યોરન્સ મોંધો કેમ હોય છે ?