તમે IRFCના IPO માટે અરજી કરી છે, શેર્સ મળ્યા કે નહિ કઈ રીતે જાણશો ? વાંચો અહેવાલ

જો તમે IRFC ના IPO માટે અરજી કરી છે, તો આજે તમે જાણી શકશો કે તમને એલોટમેન્ટ મળ્યું છે કે નહીં .

  • Ankit Modi
  • Published On - 21:07 PM, 25 Jan 2021
IRFC IPO
IRFC IPO

જો તમે IRFC ના IPO માટે અરજી કરી છે, તો આજે તમે જાણી શકશો કે તમને એલોટમેન્ટ મળ્યું છે કે નહીં … KFin Technologies વેબસાઇટ અનુસાર, રેલવે મંત્રાલયની ફાઇનાન્સ કંપની IRFC IPO ના એલોટમેન્ટ નો આજે નિર્ણય થશે. ઇશ્યૂના એલોટમેન્ટ અને રિફંડ વિશે માહિતી વિષે તમે આ વેબસાઇટ દ્વારા પણ તપાસ કરી શકો છો કે તમને શેર્સ પ્રાપ્ત થયા છે કે નહીં ?

એ રોકાણકારો કે જેમને શેર ફાળવવામાં આવશે, તેઓના ડિમેટ ખાતામાં શેર 28 જાન્યુઆરીએ જમા કરવામાં આવશે. આ સિવાય શેર ન મેળવનારા રોકાણકારોના નાણાં 27 જાન્યુઆરી સુધીમાં તેમના ખાતામાં પહોંચી જશે. આ સિવાય 29 જાન્યુઆરીથી આ શેરનો વેપાર શેર બજારમાં શરૂ થશે.

 ફાળવણીની સ્થિતિ ચકાસવા નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો
>> સૌ પ્રથમ IPOના રજિસ્ટ્રાર ASBAની વેબસાઇટની મુલાકાત લેવી
>> ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશનનો IPO પસંદ કરો.
>> જો એપ્લિકેશન નંબર દાખલ કરો છો, તો એપ્લિકેશન પ્રકારમાં ASBA અથવા NON-ASBA પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરો.
>> જો તમે DPID અથવા CLIENT ID દાખલ કરી રહ્યાં છો, તો ડિપોઝિટરીમાં NSDL અથવા CDSL પસંદ કરો.
>> DPID અથવા CLIENT ID દાખલ કરો.
>> જો PAN પસંદ કરી રહ્યા હોય, PAN નંબર લખી સબમિટ કરો.
>> શેર ફાળવણીની સ્થિતિ બતાવવામાં આવશે.

BSE ની વેબસાઇટ પર પણ ચકાસી શકો છો કે તમને શેર્સ મળ્યા છે કે નહીં?
>>આ માટે તમારે પહેલા www.bseindia.com પર જવું પડશે .
>>ઇશ્યૂ પ્રકારમાં ઇક્વિટી પસંદ કરવી
>>IRFC પસંદ કરો હવે તમારો એપ્લિકેશન નંબર ભરો
>>PAN નંબર દાખલ કરો.A
>>સર્ચ બટન પર ક્લિક કરો.
>>સ્ક્રીન પર શેરની ફાળવણી જોશો.

આઈપીઓનો કેવો પ્રતિસાદ હતો?
IRFC નો IPO 3.49 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપની દ્વારા આ આઈપીઓ માટે લગભગ 124 કરોડ શેર જારી કરવામાં આવ્યા હતા, જ્યારે કંપનીને 435 કરોડ શેર માટે બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત સ્થિતિ 2.67 વખત સબ્સ્ક્રાઇબ થઈ છે. રિઝર્વ પોર્સનને છૂટક રોકાણકારો માટે 3.66 વખત બિડ મળી છે. રેલવેના કર્મચારીઓએ 43.73 વખત સબ્સ્ક્રાઇબ કર્યું છે.