AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10x12x20 ફોર્મ્યુલાથી તમે બની શકો છો ‘કરોડપતિ’, જાણો શું છે આ ફોર્મ્યુલા

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે કરોડપતિ બને પરંતુ યોગ્ય જગ્યા પર રોકાણ ન કરતા હોવાથી તેમનું કરોડપતિ બનવાનું સપનું ફક્ત એક સપનું જ રહી જાય છે. એવામાં જો તમે પણ ઈચ્છો છો કે કરોડપતિ બનવું છે અને યોગ્ય જગ્યા પર રોકાણ કરવું છે તો તમારે 10x12x20 ફોર્મ્યુલા ખાસ જાણી લેવો જોઈએ.

10x12x20 ફોર્મ્યુલાથી તમે બની શકો છો 'કરોડપતિ', જાણો શું છે આ ફોર્મ્યુલા
| Updated on: May 05, 2025 | 2:14 PM
Share

દરેક વ્યક્તિ સ્ટોક માર્કેટમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને ગોલ્ડમાં રોકાણ કરે છે. જો કે, 10x12x20 ફોર્મ્યુલા SIP માટે ખાસ માનવામાં આવે છે. આ ફોર્મ્યુલા થકી તમે ઓછા રોકાણે નિશ્ચિત સમયમાં સારું એવું ફંડ ઊભું કરી શકો છો. તો ચાલો જાણીએ શું છે આ ફોર્મ્યુલા અને તેને સમજવું કેવી રીતે.

SIPમાં કંપાઉંડિંગનો ફાયદો

જણાવી દઈએ કે,  500 રૂપિયાથી SIP  શરૂ કરી શકાય છે અને તેમાં તમે દર મહિને ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. SIP શેરબજાર પર આધારિત છે પરંતુ જેમ જેમ તમારી SIP જૂની થાય છે તેમ તેમ તમને તેમાં કંપાઉંડિંગનો લાભ મળે છે. આથી રોકાણ કરતી વખતે 10x12x20 ફોર્મ્યુલા SIPમાં ખૂબ જ ઉપયોગી બને છે. જો તમે SIPમાં યોગ્ય રીતે દર મહિને રોકાણ કરો છો તો તમે 20 વર્ષમાં કરોડપતિ બની શકો છો.

10x12x20 ફોર્મ્યુલા

10x12x20 SIPનો ફેમસ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાની મદદથી તમે 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરી શકો છો અને 20 વર્ષમાં કરોડોનું ફંડ બનાવી શકો છો. આ પછી તમારે રિટાયરમેન્ટની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને રિટાયરમેન્ટ પહેલા એટલે કે 50 વર્ષની ઉંમર સુધીમાં તમારી પાસે કરોડો રૂપિયાનું ફંડ રહેશે.

આખરે આ 10x12x20 શું છે?

આ ફોર્મ્યુલામાં 10નો અર્થ એ છે કે તમારે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી 12નો અર્થ એ છે કે,જો તમને SIP પર ઓછામાં ઓછું 12 ટકા રિટર્ન મળે છે તો તમારી પાસે સારું એવું ફંડ જમા થશે. હવે વાત કરીએ 20ની તો આમાં 20 એ SIPનો સમયગાળો દર્શાવે છે. સરળ રીતે કહીએ તો, તમારે SIP 20 વર્ષ સુધી ચલાવવી પડશે.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">