AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF એકાઉન્ટમાં નામ કે જન્મતારીખ ખોટી છે? ઓફિસના ધક્કા ખાધા વગર ઘરે બેઠા આ રીતે સુધારો

જો તમારા પીએફ (PF) એકાઉન્ટમાં નામ કે જન્મતારીખ જેવી કોઈ વિગત ખોટી નોંધાઈ ગઈ હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ઇપીએફઓ (EPFO) દ્વારા આ પ્રક્રિયાને હવે એકદમ સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે.

PF એકાઉન્ટમાં નામ કે જન્મતારીખ ખોટી છે? ઓફિસના ધક્કા ખાધા વગર ઘરે બેઠા આ રીતે સુધારો
ગયા વર્ષે, ઘણા સબ્સ્ક્રાઇબર્સને જૂન અને જુલાઈ દરમિયાન તેમના ખાતામાં વ્યાજ મળ્યું હતું. જો કે, ચોક્કસ સમય બદલાઈ શકે છે. સભ્યોએ એ પણ નોંધવું જોઈએ કે PF વ્યાજની વિગતો બધી EPF પાસબુકમાં એક સાથે દેખાતી નથી; કેટલાક સભ્યો અન્ય કરતા વહેલા અપડેટ જોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)
Ravi Prajapati
| Edited By: | Updated on: May 30, 2026 | 9:24 PM
Share

ઇપીએફઓ (EPFO) એટલે કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના સભ્યો માટે એક મહત્વના સમાચાર છે. જો કોઈ કર્મચારીની EPF પ્રોફાઇલમાં ખોટી માહિતી નોંધાઈ ગઈ હોય, તો તેને સરળતાથી સુધારી શકાય છે. આ માટે પરેશાન થવાની કે વારંવાર ઓફિસના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. તમે ઘરે બેઠા જ આ સુધારો કરી શકો છો.

મીડિયા અહેવાલ અનુસાર, ઘણી વખત નોકરી બદલવા, જૂના રેકોર્ડ અથવા ટાઈપિંગની ભૂલને કારણે EPF એકાઉન્ટમાં નામ, જન્મતારીખ, જેન્ડર (જાતિ), પિતાનું નામ, જોઈનિંગ ડેટ (નોકરી શરૂ કર્યાની તારીખ) અથવા અન્ય માહિતી ખોટી નોંધાઈ જાય છે. આવી સ્થિતિમાં આગળ જતાં પીએફ ઉપાડવા, ટ્રાન્સફર કરવા કે પેન્શન સંબંધિત કામોમાં મુશ્કેલી આવી શકે છે. આથી, EPFOએ સભ્યોને સમયસર પોતાની પ્રોફાઇલની વિગતો ચકાસી લેવા અને જરૂર જણાય તો તેમાં સુધારો કરાવી લેવાની સલાહ આપી છે.

EPFOના જણાવ્યા અનુસાર, સભ્યો યુનિફાઇડ મેમ્બર પોર્ટલ (Unified Member Portal) પર લોગિન કરીને પોતાની પ્રોફાઇલની વિગતો જોઈ શકે છે. જો કોઈ માહિતી ખોટી હોય, તો તેને સુધારવા માટે ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકાય છે. ઘણા કિસ્સાઓમાં આધાર વેરિફિકેશન (Aadhaar Verification) દ્વારા આ ફેરફાર સરળતાથી થઈ જાય છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં એમ્પ્લોયર (કંપની)ની મંજૂરીની જરૂર પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોફાઇલમાં નોંધાયેલી માહિતી આધાર કાર્ડ સાથે મેચ થવી ખૂબ જ જરૂરી છે. જો નામ, જન્મતારીખ કે જેન્ડર જેવી માહિતી આધાર કાર્ડ કરતાં અલગ હશે, તો ક્લેમ પ્રોસેસ (પીએફ પાસ થવાની પ્રક્રિયા)માં વિલંબ થઈ શકે છે. આથી જ EPFOએ સલાહ આપી છે કે, સભ્યો સૌથી પહેલાં પોતાના આધાર અને EPF રેકોર્ડને એકસમાન રાખે.

EPFOએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પ્રોફાઇલ અપડેટ કરવાની આ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે. આનાથી કર્મચારીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી કે ઓફિસના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળી છે. હવે તેઓ ઘરે બેઠા જ પોતાની માહિતી ચકાસી અને અપડેટ કરી શકે છે.

આ સાથે જ EPFOએ લોકોને સાવધ રહેવાની પણ અપીલ કરી છે. સંગઠને જણાવ્યું છે કે, પ્રોફાઇલ અપડેટ કે કેવાયસી (KYC) સુધારવાના નામે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને પોતાની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરવી. આ માટે માત્ર EPFOની સત્તાવાર વેબસાઇટ અને પોર્ટલનો જ ઉપયોગ કરવો.

PFના પૈસા અટવાયા છે કે ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવી રહી છે ? ઘરે બેઠા આ રીતે નોંધાવો ફરિયાદ, તરત જ આવશે ‘ઉકેલ’

Follow Us
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
g clip-path="url(#clip0_868_265)">