AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patan Breaking News : બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! પાટણ પોલીસે ઝડપી પાડ્યું રેકેટ

Patan Breaking News : બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! પાટણ પોલીસે ઝડપી પાડ્યું રેકેટ

| Updated on: Jun 22, 2026 | 3:51 PM
Share

ક્રાઈમ બ્રાન્ચને દેલમાલ ગામમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે બાતમી મળતા ચાણસ્મા પોલીસ સાથે સંયુક્ત રીતે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝેરોક્સની દુકાનમાં બનાવટી ચલણી નોટોનું છાપકામ થતું હોવાનું જાણવા મળતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

પાટણ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટો બજારમાં ઘુસાડવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલી એક ઝેરોક્સની દુકાનમાં ચલાવવામાં આવતા નકલી નોટોના રેકેટ પર દરોડો પાડી પોલીસે રૂપિયા 500ના દરની 492 બનાવટી નોટો જપ્ત કરી છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે.

બનાવટી ચલણી નોટોના કાવતરાનો પર્દાફાશ

ક્રાઈમ બ્રાન્ચને દેલમાલ ગામમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે બાતમી મળતા ચાણસ્મા પોલીસ સાથે સંયુક્ત રીતે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝેરોક્સની દુકાનમાં બનાવટી ચલણી નોટોનું છાપકામ થતું હોવાનું જાણવા મળતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

બે આરોપીઓની ધરપકડ

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે દિલ્હીની એક આંગડિયા પેઢી દ્વારા રૂપિયા 500ની બનાવટી નોટો છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આંગડિયા પેઢીના મોટા રોકડ વ્યવહારોમાં નકલી નોટો ભેળવીને બજારમાં ચલણમાં મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

અસલી નોટોના બંડલ સાથે નકલી નોટ ભેળવીને બજારમાં મુકાતી

પોલીસના જણાવ્યા અનુસાર આંગડિયા પેઢીઓમાં રોજબરોજ કરોડો રૂપિયાના રોકડ વ્યવહારો થતા હોવાથી નકલી નોટોને અસલી નોટોના બંડલમાં ભેળવીને સરળતાથી બજારમાં પહોંચાડવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે, આ કાવતરું અમલમાં આવે તે પહેલાં જ પાટણ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો ભાંડો ફોડી નાખ્યો છે.

આનંદો, ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી ઉત્સાહજનક આગાહી, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">