ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદીને, કોટક મહિન્દ્રા દેશની 8મી સૌથી મોટી બેંક બનશે

કોટક મહિન્દ્રા બેંક ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદી શકે છે. આ  ડીલ થાય છે  તો કોટક મહિન્દ્રા બેંક સંપત્તિના મામલે દેશની આઠમી સૌથી મોટી બેંક બની શકે છે. ચર્ચાઓ સામે ઈન્ડસઇન્ડ બેંકની પ્રમોટર કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) એ આ વાતને સમર્થન આપવાનો ઇન્કાર કરી રહી છે. એક અખબારી અહેવાલ અનુસાર, […]

ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદીને, કોટક મહિન્દ્રા દેશની 8મી સૌથી મોટી બેંક બનશે
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Oct 27, 2020 | 12:27 PM

કોટક મહિન્દ્રા બેંક ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદી શકે છે. આ  ડીલ થાય છે  તો કોટક મહિન્દ્રા બેંક સંપત્તિના મામલે દેશની આઠમી સૌથી મોટી બેંક બની શકે છે. ચર્ચાઓ સામે ઈન્ડસઇન્ડ બેંકની પ્રમોટર કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) એ આ વાતને સમર્થન આપવાનો ઇન્કાર કરી રહી છે. એક અખબારી અહેવાલ અનુસાર, કોટક મહિન્દ્રા બેંકના સહ-સ્થાપક ઉદય કોટક સંપૂર્ણ સ્ટોક મેળવવાની સંભાવના તરફ ધ્યાન આપી રહ્યા છે.  હિન્દુજા પરિવાર અને ઉદય કોટક વચ્ચે  પ્રારંભિક વાતચીત થઈ હતી જેમાં ડીલ બાદ ઇન્ડસઇન્ડ બેંકના સહ-સ્થાપક બેંકમાં હિસ્સો રાખી શકે છે.

અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ ડીલ કોટક મહિન્દ્રાની સ્થિતિને મજબૂત બનાવશે. બેંક અસ્કયામતોમાં લગભગ 83% જેટલો વધારો થવાની સંભાવના છે. આ સિવાય ઈન્ડસઇન્ડ બેંકને પણ રાહત મળશે. નબળી એસેટ ગુણવત્તા અને ઓછી કિંમતના થાપણોને લીધે ઈન્ડસઇન્ડ બેંકે આ વર્ષે તેનું બજાર મૂલ્ય 6 બિલિયન  ડોલર જેટલું ગુમાવ્યું છે.

ઈન્ડસઇન્ડ પ્રમોર્ટર્સ પાસે ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ  હોલ્ડિંગ્સ દ્વારા હાલમાં બેંકમાં 15% કરતા ઓછી હિસ્સેદારી છે બાકીના 85%  સંસ્થાકીય રોકાણકારો પાસે છે. BSE પર બેંકના શેરના ભાવ 623 રૂપિયા છે અને  માર્કેટ કેપ 47,124 કરોડ રૂપિયા છે. એક વર્ષમાં ઈન્ડસઇન્ડ બેન્કનો શેર 64% તૂટ્યો છે. જૂનની શરૂઆતમાં RBIએ હિન્દુજા બ્રધર્સની ઈન્ડસઇન્ડ બેંકમાં હિસ્સો વધારવાની યોજના પર બ્રેક લગાવી હતી.

આ પણ વાંચોઃ સતત બીજા દિવસે વૈશ્વિક બજારો ગગડ્યા, ડાઓ જોંસમાં ૬૫૦ અંકનો ઘટાડો, એશિયાઈ બજાર સરેરાશ ૦.2 ટકા તૂટ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati