AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘા ડીઝલથી મળશે રાહત? G7નો મોટો નિર્ણય, 10 કરોડ બેરલ તેલ બજારમાં આવશે

G7ના જણાવ્યા અનુસાર, ભંડારમાંથી તેલ અને ઈંધણ મુક્ત કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે અને લગભગ ચાર મહિના સુધી ચાલશે. આ યોજનામાં પ્રથમ 20 દિવસમાં જ બજારમાં ડીઝલનો મોટો જથ્થો લાવવાનો સમાવેશ થાય છે.

મોંઘા ડીઝલથી મળશે રાહત? G7નો મોટો નિર્ણય, 10 કરોડ બેરલ તેલ બજારમાં આવશે
diesel
| Updated on: Oct 03, 2026 | 12:46 PM
Share

ઊર્જાના વધતા ભાવ અને પુરવઠાની સમસ્યાઓ વચ્ચે, G7 દેશોએ તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી 10 કરોડ (100 મિલિયન) બેરલ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો મુક્ત કરવા માટે સંમતિ સાધી છે. આ નિર્ણયમાં ડીઝલનો પુરવઠો પૂરો પાડવો એ મુખ્ય પ્રાથમિકતા છે.

20 દિવસમાં બજારમાં ડીઝલનો મોટો જથ્થો આવશે

G7ના જણાવ્યા અનુસાર, ભંડારમાંથી તેલ અને ઈંધણ મુક્ત કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે અને લગભગ ચાર મહિના સુધી ચાલશે. આ યોજનામાં પ્રથમ 20 દિવસમાં જ બજારમાં ડીઝલનો મોટો જથ્થો લાવવાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ અને સંકલન કરશે.

અમેરિકામાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. 2 ઓક્ટોબરના રોજ અમેરિકામાં ડીઝલનો સરેરાશ ભાવ $6.37 પ્રતિ ગેલન હતો, જ્યારે અગાઉ 22 સપ્ટેમ્બરના રોજ તે $6.52 પ્રતિ ગેલનના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. યુરોપમાં પણ ડીઝલના ભાવ પર દબાણ યથાવત છે.

ટ્રમ્પે આ નિર્ણયને તાત્કાલિક પગલું ગણાવ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુરોપ તેના વિશાળ ડીઝલ ભંડારમાંથી મોટી માત્રામાં ઈંધણ મુક્ત કરવા સંમત થયું છે અને આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થવાની છે. આ પગલાથી અમેરિકામાં ઈંધણની ઉપલબ્ધતા વધવાની અને ભાવ પરનું દબાણ ઘટવાની અપેક્ષા છે.

G7 દેશો વચ્ચે ઊર્જાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નહીં G7એ પુનરોચ્ચાર કર્યો કે સભ્ય દેશો વચ્ચે ઊર્જા અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ ઉપરાંત, રિફાઈનરીના જાળવણી કાર્ય (મેન્ટેનન્સ)નું સંકલન કરવા અને શક્ય હોય ત્યાં ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.

તેલ બજાર પર શું અસર થશે?

આ જાહેરાત બાદ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. રોઇટર્સના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ લગભગ 1.1% ઘટીને $101.23 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે WTI ક્રૂડ 2.3% ઘટીને $90.70 પ્રતિ બેરલ થયું હતું. યુરોપિયન ગેસોઈલ ફ્યુચર્સમાં પણ 7%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. જોકે, જાહેર કરાયેલા ૧૦૦ મિલિયન બેરલમાં અગાઉથી નિર્ધારિત અનામત જથ્થાનો સમાવેશ થાય છે કે પછી તે સંપૂર્ણપણે વધારાનો જથ્થો છે, તે અંગે બજારને હજુ સ્પષ્ટતાની જરૂર છે.

Breaking News: મુકેશ અંબાણીની કંપની Jioનો આ મહીને જ આવી રહ્યો IPO, તારીખોને લઈને પ્રાથમિક માહિતી જાહેર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">