AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓળખના પુરાવા વિના ₹2000ની નોટ બદલવાની પરવાનગી શા માટે ? RBI-SBI વિરુદ્ધ BJP નેતા પહોચ્યા દિલ્લી હાઈકોર્ટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ, ગત શુક્રવારે ભારતીય ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આવતીકાલ મંગળવારથી 2000ની ચલણી નોટ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. આ દરમિયાન ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય રૂપિયા 2000ની નોટ બદલવાના નિર્ણયને લઈને હાઈકોર્ટમાં પહોંચ્યા છે.

ઓળખના પુરાવા વિના ₹2000ની નોટ બદલવાની પરવાનગી શા માટે ? RBI-SBI વિરુદ્ધ BJP નેતા પહોચ્યા દિલ્લી હાઈકોર્ટ
RS 2000 note (Symbolic photo)Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 1:11 PM
Share

2000 રૂપિયાની ચલણી નોટો ધીમે ધીમે પાછી ખેંચી લેવાનો મામલો હવે દિલ્લી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દિલ્લી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને ઓળખના પુરાવા વિના રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

અરજીમાં કરવામાં આવી છે આ માંગણી

અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરવામાં આવે. આના કારણે કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. તેનાથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ સરળતાથી કરી શકાશે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. અરજદારે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને અપ્રમાણસર સંપત્તિ ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને આરબીઆઈને યોગ્ય સૂચના આપવા અરજીમાં વિનંતી કરવામાં આવી છે.

આવતીકાલ મંગળવારથી પ્રક્રિયા શરૂ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 23 મે 2023 મંગળવારથી શરૂ થવા જઈ રહી છે. તમે કોઈપણ બેંક શાખામાં જઈને તમારી સાથે આ રૂપિયા 2000ની ચલણી નોટ સરળતાથી બદલી શકો છો. આ માટે તમારે કોઈપણ ફોર્મ (રિક્વિઝિશન સ્લિપ) ભરવાની જરૂર નથી કે તમારી પાસેથી કોઈપણ પ્રકારનું ઓળખ પત્ર માંગવામાં આવશે નહીં. તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો.

ફોર્મ ભર્યા વગર નોટ બદલી શકાશે

સોશ્યલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે નોટબંધી કરવામાં આવેલી નોટો બદલવા માટે બેંકોમાં આઈડી પ્રૂફની જરૂર પડશે. આ અહેવાલો પર, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેની તમામ શાખાઓને જાણ કરી છે કે, આરબીઆઈ દ્વારા ગયા શુક્રવારે તાત્કાલિક અસરથી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2,000ની નોટોને બદલવા માટે કોઈ ફોર્મ અને કોઈ ઓળખ પુરાવાની જરૂર રહેશે નહીં. બેંક દ્વારા 20 મેના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે દરેકને 2,000 રૂપિયામાં અન્ય મૂલ્યોની નોટો બદલવાની મંજૂરી આપવામાં આવી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">