AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheque પર કેમ 2 લાઈન દોરવામાં આવે છે? જાણો RBIનો નિયમ

ચેક આપતી વખતે એ જાણકારી રાખો કે ચેક લખતી વખતે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જે પૈસા ચૂકવવા માંગીએ છે તેનું નામ, રકમ અને અન્ય વિગતો સાચી છે. ચેક પર કોઈ પણ પ્રકારનું ઓવરરાઇટિંગ કર્યું નથી. યોગ્ય રીતે હસ્તાક્ષર કર્યા છે.

Cheque પર કેમ 2 લાઈન દોરવામાં આવે છે? જાણો RBIનો નિયમ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 6:20 AM
Share

જો તમે પણ ટ્રાન્ઝેક્શન માટે ચેકનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. આપણે ઘણીવાર ચેક(cheque)નો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેના વિશે સંપૂર્ણ માહિતગાર હોતા નથી.ઘણા કામ અન્ય કરતા હોય અથવા જૂની પ્રથા છે તેમ મણિ અનુસરવામાં આવતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત આપણે આ આદતના કારણે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. ચેક આપતી વખતે ડાબી તરફના ખૂણામાં 2 લાઇનો પણ દોરવામાં આવે છે પરંતુ, શું તમે આનો અર્થ જાણો છો? જો નહીં તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શા માટે આપણે  ચેક પર બે રેખાઓ દોરીએ છે? અને આ રેખાઓ દોરવા અને નહિ દોરવાથી શું ફેરફાર જોવા મળે છે

ચેક લખતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

ચેક આપતી વખતે એ જાણકારી રાખો કે ચેક લખતી વખતે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જે પૈસા ચૂકવવા માંગીએ છે તેનું નામ, રકમ અને અન્ય વિગતો સાચી છે. ચેક પર કોઈ પણ પ્રકારનું ઓવરરાઇટિંગ કર્યું નથી. યોગ્ય રીતે હસ્તાક્ષર કર્યા છે.

આ પણ વાંચો :Adani Power Q4 Results: જો તમે પણ ખરીદ્યા છે અદાણી પાવરના શેર, તો જાણો કેવી રીતે ડબલ થયો નફો

bank cheque

ચેક પર શા માટે રેખા દોરવામાં આવે છે?

ચેક પર રેખા દોરવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. લાઇનની સાથે તમારે તે સ્થાને અથવા ચેકની પાછળ એકાઉન્ટ પેયી(ac payee) પણ લખવું આવશ્યક છે. આનો અર્થ એ છે કે ચેક પર લખેલી રકમ સીધી ગ્રાહકના ખાતામાં જાય છે. તમે તમારા એકાઉન્ટને ચૂકવ્યા પછી રોકડમાં ઉપાડી શકતા નથી. આ રકમ ફક્ત તમારા બેંક ખાતામાં આવશે. તે જ સમયે જો તમે તમારા ખાતામાં પૈસા લેવા માંગતા નથી તો તમે તેને પાર કરી શકો છો અને તેને ખાલી છોડી શકો છો. તમારે તેની બાજુમાં કંઈપણ લખવાની જરૂર નથી. તમે આ ચેકને બેંકમાં જમા કરી શકો છો અને પૈસા રોકડમાં ઉપાડી શકો છો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">