Wheat Price: શું તહેવારોની સિઝનમાં મોંઘવારી વધશે, દિવાળી પહેલા સરકારે કેમ ઉઠાવ્યું આ પગલું?
તમને જણાવી દઈએ કે ચોમાસાના આગમનની સાથે જ દેશમાં મોંઘવારી વધી ગઈ છે. માત્ર ઘઉં જ નહીં પણ ચોખા, ખાંડ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. ખાસ વાત એ છે કે તુવેર દાળ સૌથી મોંઘી થઈ ગઈ છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ગયા મહિને કઠોળની સ્ટોક લિમિટ પણ નક્કી કરી હતી.

કેન્દ્ર સરકારે ઘઉંના (Wheat Price) વધતા ભાવને અંકુશમાં લેવા માટે કમર કસી છે. તેમણે ઘઉંની સ્ટોક લિમિટ (Wheat Stock Limit) ઓછી કરી છે. તેનો અર્થ એ થયો કે હવે વેપારીઓ, જથ્થાબંધ વેપારી અને ચેઇન રિટેલર્સ સ્ટોક મર્યાદા કરતાં વધુ ઘઉંનો સંગ્રહ કરી શકશે નહીં. જો તેઓ તેમના વેરહાઉસમાં 2,000 ટનથી વધુ ઘઉંનો સ્ટોક રાખતા જણાય તો તેને સંગ્રહખોરી ગણવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
2,000 ટનથી વધુ ઘઉંનો સ્ટોક કરી શકશે નહીં
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાનું કહેવું છે કે, ઘઉંના ભાવમાં વધારાને રોકવા માટે કેન્દ્ર સરકારે ઘઉંની સ્ટોક લિમિટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જો તેમનું માનીએ તો ગુરુવારથી વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઇન રિટેલર્સ 2,000 ટનથી વધુ ઘઉંનો સ્ટોક કરી શકશે નહીં.
ઘઉંના ભાવમાં 4 ટકાનો વધારો
તમને જણાવી દઈએ કે 3 મહિના પહેલા 12 જૂને કેન્દ્ર સરકારે ઘઉંની સ્ટોક લિમિટ નક્કી કરી હતી. ત્યારબાદ તેમણે આદેશ આપ્યો હતો કે, ઘઉંના વેપારીઓ માર્ચ 2024 સુધી 3,000 ટન ઘઉંનો સ્ટોક કરી શકે છે. પરંતુ આ દરમિયાન ઘઉં મોંઘા થયા, જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી ગયા.
ઘઉંની સ્ટોક લિમિટ ઘટાડી
આવી સ્થિતિમાં બ્લેક માર્કેટિંગ રોકવા માટે સરકારે ઘઉંની સ્ટોક લિમિટ ઘટાડી દીધી છે. ખાસ વાત એ છે કે છેલ્લા એક મહિનામાં NCDEX પર ઘઉંના ભાવમાં 4 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જે હવે વધીને 2,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે.
આ પણ વાંચો : Wheat Price: ચોખા બાદ હવે ઘઉં પર મોંઘવારીનો માર, એક કિલો પર ખર્ચવા પડશે આટલા રૂપિયા
કઠોળની સ્ટોક મર્યાદા પણ નક્કી કરવામાં આવી
તમને જણાવી દઈએ કે ચોમાસાના આગમનની સાથે જ દેશમાં મોંઘવારી વધી ગઈ છે. માત્ર ઘઉં જ નહીં પણ ચોખા, ખાંડ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. ખાસ વાત એ છે કે તુવેર દાળ સૌથી મોંઘી થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં 45 ટકાનો વધારો થયો છે. એટલે કે તેનો રેટ 40 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. દિલ્હીમાં તુવેર દાળ 155 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ગયા મહિને કઠોળની સ્ટોક લિમિટ પણ નક્કી કરી હતી.