SBI નો લંચ ટાઈમ શું છે? આખરે આ પ્રશ્નનો મળ્યો જવાબ, ગ્રાહક ટ્વીટના રિપ્લાયમાં બેંકે આપી આ અગત્યની માહિતી

સ્ટેટ બેંકે ગ્રાહકના પ્રશ્નના જવાબમાં લખ્યું 'અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમારી બેંકમાં લંચના સમય વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમારી શાખાઓમાં સ્ટાફના સભ્યોના લંચના સમય માટે કોઈ ચોક્કસ સમય નક્કી નથી. વધુમાં બેંકે કહ્યું કે સ્ટાફના સભ્યોના લંચ અવરને કારણે શાખામાં ગ્રાહકલક્ષી કામગીરી બંધ થતી નથી.

SBI નો લંચ ટાઈમ શું છે? આખરે આ પ્રશ્નનો મળ્યો જવાબ, ગ્રાહક ટ્વીટના રિપ્લાયમાં બેંકે આપી આ અગત્યની માહિતી
What is SBI lunch time ? This question has been answered
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 8:30 AM

તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ‘લંચ ટાઈમ’ વિશે ઘણી રમૂજ વાતો સાંભળી હશે. પરંતુ શું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લંચ માટે ખરેખર કોઈ સત્તાવાર સમય છે? આ અંગે ખુદ બેંકે ટ્વીટ કરીને માહિતી આપી છે. સોશિયલ મીડિયાના યુગમાં ગ્રાહકો ટ્વિટર પર બેંકોને તેમની સમસ્યાઓ સંબંધિત પ્રશ્નો પૂછતા રહે છે. બેંકો પણ તેમને જવાબ આપે છે. આ જ શ્રેણીમાં એક યુઝરે સ્ટેટ બેંકને લંચ ટાઈમ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ પછી બેંક દ્વારા આપવામાં આવેલ જવાબ હવે  તમામ ગ્રાહકોએ જાણી તેમની આતુરતાનો અંત લાવવો જોઈએ.

લંચ બ્રેકનો સમય કેટલો હોય છે?

ગ્રાહકોએ સોશિયલ મીડિયા દ્વારા બેંકોને ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે. બેંકો ગ્રાહકોની ફરિયાદો પણ ઉકેલી રહી છે. આ સંદર્ભમાં એક ગ્રાહકે ટ્વિટર પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પૂછ્યું – ‘પ્રિય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કૃપા કરીને મને કહો કે બેંકનું લંચ કેટલો સમય ચાલે છે, છેલ્લા 1 કલાક 30 મિનિટથી માત્ર લંચ ચાલી રહ્યું છે. શું અમે ઘરમાંથી ફ્રી છીએ? કે પછી અમારે પોતાનું કોઈ કામ નથી?’ ગ્રાહકની આ સમસ્યાને ઉકેલવા માટે બેંકના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો હતો.

બેંકે શું  જવાબ આપ્યો

સ્ટેટ બેંકે ગ્રાહકના પ્રશ્નના જવાબમાં લખ્યું ‘અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમારી બેંકમાં લંચના સમય વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમારી શાખાઓમાં સ્ટાફના સભ્યોના લંચના સમય માટે કોઈ ચોક્કસ સમય નક્કી નથી.

વધુમાં બેંકે કહ્યું કે સ્ટાફના સભ્યોના લંચ અવરને કારણે શાખામાં ગ્રાહકલક્ષી કામગીરી બંધ થતી નથી અને કામના કલાકો દરમિયાન ચાલુ રહે છે. જો તમને અમારી કોઈપણ શાખામાંથી આ સંબંધમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે તમારી ફરિયાદ મોકલી શકો છો.

તમે અહીં ફરિયાદ કરી શકો છો

બેંકે આ સંબંધમાં ગ્રાહકને ફરિયાદ કરવા માટે  લિંક https://crcf.sbi.co.in/ccf/ શેર કરી છે.

SBI એ તેના ગ્રાહકોને 24×7 બેંકિંગ સેવા પ્રદાન કરવા માટે સંપર્ક કેન્દ્ર સેવા શરૂ કરી છે. આ માટે તેણે યાદ રાખવા માટેના બે સરળ નંબર 1800 1234 અને 1800 2100 શરૂ કર્યા છે. આ નંબરો પર કૉલ કરીને, તમે ગમે ત્યારે અને ગમે ત્યાં SBI ખાતા સંબંધિત સમસ્યાઓ હલ કરી શકો છો. તમે આ નંબરો પર કૉલ કરીને  બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકો છો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">