AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pump and Dump Scam : રોકાણકારો કમાયેલા રૂપિયા મિનિટોમાં ગુમાવી દે છે તે પંપ એન્ડ ડમ્પ કૌંભાડ શું છે ?

પંપ એન્ડ ડમ્પ કૌભાંડોમાં મોટાભાગે પેની સ્ટોકનો ઉપયોગ થાય છે. પેની સ્ટોક એવા શેર છે જેની કિંમત ખૂબ ઓછી હોય છે, જેમ કે 1 રૂપિયો, 2 રૂપિયા અથવા 5 રૂપિયા. આ શેર ઓપરેટ કરવા માટે સરળ છે, કારણ કે તેમનું ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોય છે અને પેની સ્ટોકમાં નાની ખરીદી પણ તેના ભાવમાં મોટો ઉછાળો લાવી શકે છે.

Pump and Dump Scam : રોકાણકારો કમાયેલા રૂપિયા મિનિટોમાં ગુમાવી દે છે તે પંપ એન્ડ ડમ્પ કૌંભાડ શું છે ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2025 | 2:50 PM
Share

થોડા દિવસો પહેલા, સેબીએ શેરબજારમાં રોકાણકારોએ મહેનતથી કમાયેલા પૈસા લૂંટનારા છેતરપિંડી કરનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં એક સાથે દરોડા પાડીને, સેબીએ રૂપિયા 300 કરોડના ‘પંપ એન્ડ ડમ્પ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ કૌભાંડમાં 15 થી 20 જેટલી નકલી કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે કેટલીક લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો દ્વારા બનાવવામાં આવી હતી. આ છેતરપિંડી કરનારાઓ યુટ્યુબ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે રોકાણકારોને છેતરતા હતા. ચાલો જાણીએ કે ‘પંપ એન્ડ ડમ્પ’ કૌભાંડ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે

‘પંપ એન્ડ ડમ્પ’ કૌભાંડ શું છે

‘પંપ એન્ડ ડમ્પ’ એક પ્રકારનુ આર્થિક કૌભાંડ છે. જેમાં છેતરપિંડી કરનારાઓ પહેલા શેરબજારમાં નાના અથવા પેની સ્ટોકના ભાવમાં વધારો કરે છે અને પછી અચાનક તેને વેચીને મોટો નફો કમાય છે. આ દરમિયાન, સામાન્ય રોકાણકારો, જેને રિટેલ રોકાણકારો કહેવામાં આવે છે, તેઓ ફસાઈ જાય છે અને તેમના મહેનતના પૈસા ખોવાઈ જાય છે. સોશિયલ મીડિયાના યુગમાં આ કૌભાંડ વધુ ખતરનાક બની ગયું છે, કારણ કે છેતરપિંડી કરનારાઓ હવે યુટ્યુબ, વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલો દ્વારા લાખો લોકો સુધી પોતાની ખોટી માહિતી ફેલાવીને લલચાવે છે.

આ કૌભાંડની પદ્ધતિ ખૂબ જ સરળ હોવાની ખૂબ જ ચબરાકીપૂર્વક હાથ ધરાય છે. પહેલા છેતરપિંડી કરનારાઓ ખૂબ જ ઓછી કિંમતે કંપનીના શેર ખરીદે છે. પછી તેઓ સોશિયલ મીડિયા પર તે શેરના વખાણ કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે આ શેર ટૂંક સમયમાં આસમેને પહોંચશે, તેમાં રોકાણ કરવાથી મોટો ફાયદો અને નફો થશે. ક્યારેક તેઓ ખોટા સમાચાર પણ ફેલાવે છે, જેમ કે તે કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે અથવા કોઈ મોટી કંપની તેને ખરીદવા જઈ રહી છે. આ બધા માટે, તેઓ મોટા યુટ્યુબર્સ, પ્રભાવકો અથવા સોશિયલ મીડિયા સ્ટાર્સની મદદ લે છે, જેઓ તેમના ફોલોઅર્સને તે સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપે છે.

આ બધી બાબતોથી લલચાઈને લોકો તે સ્ટોક ખરીદવાનું શરૂ કરે છે, તેની માંગ વધે છે અને કિંમત આસમાને પહોંચવા લાગે છે. રોકાણકારોને લાગે છે કે તેમને જે કહેવામાં આવ્યું હતું તે સાચું છે અને તેઓ તે સ્ટોકમાં વધુ પૈસા રોકાણ કરે છે. પરંતુ વાસ્તવમાં, આ બધું એક જાળ છે. છેતરપિંડી કરનારાઓ માટે શેરની કિંમત ઇચ્છિત ઊંચાઈ સુધી પહોંચતાની સાથે જ તેઓ તેમના બધા શેર વેચી નાખે છે, એટલે કે તેમને ‘ડમ્પ’ કરે છે. આને કારણે, શેરની કિંમત અચાનક ભારે ઘટી જાય છે, અને સામાન્ય રોકાણકારને ફક્ત નુકસાન જ થાય છે.

આ કૌભાંડ કેવી રીતે કાર્ય કરે છે?

‘પંપ એન્ડ ડમ્પ’ કૌભાંડની પદ્ધતિને સમજવા માટે, ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે, કોઈ કંપનીનો શેર રૂપિયા 1 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારાઓ આ સ્ટોક મોટા પાયે ખરીદે છે. પછી તેઓ સોશિયલ મીડિયા પર તેના વિશે અવાજ કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે આ કંપની ટૂંક સમયમાં 50 રૂપિયા સુધી જશે, કારણ કે તેને મોટો ઓર્ડર મળ્યો છે અથવા કોઈ મોટી કંપની તેને ખરીદવા જઈ રહી છે. લોકો આ વાતો પર વિશ્વાસ કરીને શેર ખરીદવાનું શરૂ કરે છે. જેમ જેમ માંગ વધે છે, તેમ તેમ શેરનો ભાવ 10, 20, પછી 40 રૂપિયા સુધી પહોંચે છે.

રોકાણકારોને લાગે છે કે તેઓ સાચા માર્ગ પર છે, અને તેઓ વધુ શેર ખરીદે છે. પરંતુ શેરનો ભાવ છેતરપિંડી કરનારાઓના લક્ષ્ય સુધી પહોંચતાની સાથે જ તેઓ તેમના બધા શેર વેચી દે છે. આ કારણે, બજારમાં શેરનો પુરવઠો અચાનક વધી જાય છે, અને કિંમત પાછી ઘટીને 2-3 સુધી પહોંચી જાય છે. જે રોકાણકારોએ ઊંચા ભાવે શેર ખરીદ્યા હતા તેમને ફક્ત નુકસાન જ થાય છે. આ આખી રમતમાં, છેતરપિંડી કરનારાઓ મિનિટોમાં કરોડો કમાય છે, અને રોકાણકારો તેમના મહેનતના પૈસા ગુમાવે છે.

આ કૌભાંડમાં, ઘણી વખત રોકાણકારો તેમના શેર વેચી પણ શકતા નથી, કારણ કે છેતરપિંડી કરનારાઓ શેર ‘ડમ્પ’ કરતાની સાથે જ શેરનો ભાવ ઝડપથી ઘટવા લાગે છે અને તે તેની નીચી સર્કિટ પર પહોંચી જાય છે. નીચી સર્કિટ લાગુ થતાં જ, શેરનું વેચાણ અટકી જાય છે, કારણ કે કોઈ ખરીદનાર મળતો નથી. ઘણી વખત એવું પણ બને છે કે શેર મહિનાઓ સુધી દરરોજ નીચલા સર્કિટ પર અટવાયેલો રહે છે. રોકાણકારોને ખબર પડે છે કે તેઓ ફસાઈ ગયા છે, પરંતુ તેમની પાસે કોઈ રસ્તો નથી.

પેની સ્ટોક્સ છેતરપિંડી કરનારાઓનું પ્રિય હથિયાર

મોટાભાગે પેની સ્ટોક્સનો ઉપયોગ ‘પંપ એન્ડ ડમ્પ’ કૌભાંડોમાં થાય છે. પેની સ્ટોક્સ એવા શેર છે જેની કિંમત ખૂબ ઓછી હોય છે, જેમ કે 1 રૂપિયા, 2 રૂપિયા અથવા 5 રૂપિયા. આ શેર ચલાવવા માટે સરળ છે, કારણ કે તેમનું ટ્રેડિંગ વોલ્યુમ ઓછું છે અને નાની ખરીદી પણ તેમના ભાવમાં મોટો ઉછાળો લાવી શકે છે. આ ઉપરાંત, બજારમાં આ કંપનીઓ વિશે ઓછી માહિતી છે, જે છેતરપિંડી કરનારાઓને ખોટા સમાચાર ફેલાવવાની તક આપે છે.

સેબીની કડકાઈ, હવે છેતરપિંડી કરનારાઓ માટે કોઈ દયા નહીં

આવા કૌભાંડોને રોકવા માટે સેબી સતત કડક પગલાં લઈ રહી છે. તાજેતરના વર્ષોમાં, સેબીએ ‘પંપ એન્ડ ડમ્પ’ કૌભાંડમાં સામેલ ઘણા મોટા નામો સામે કાર્યવાહી કરી છે. ઉદાહરણ તરીકે, બોલિવૂડ અભિનેતા અરશદ વારસી અને તેમની પત્ની મારિયા ગોરેટીને સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેરમાં હેરાફેરી કરવા બદલ સેબી દ્વારા શેરબજારમાંથી એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં, યુટ્યુબ વિડિઓઝ દ્વારા શેરના ભાવ ખોટી રીતે વધારવામાં આવ્યા હતા, અને છેતરપિંડી કરનારાઓએ રૂપિયા 58.01 કરોડનો નફો કર્યો હતો.

તેવી જ રીતે, સેબીએ પ્રખ્યાત બજાર નિષ્ણાત સંજીવ ભસીન અને તેમના 11 સહયોગીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. સેબીએ તેમના પર રૂપિયા 11.37 કરોડની ગેરકાયદેસર કમાણીનો આરોપ લગાવ્યો હતો અને તેમને શેરબજારમાંથી પ્રતિબંધિત કર્યા હતા. ભસીન પર ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર સ્ટોક ટિપ્સ આપવાનો અને પહેલા તે શેર પોતે ખરીદવાનો અને પછી ભાવ વધવા પર તેને વેચવાનો આરોપ હતો.

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">