શું છે IPO, FPO અને OFS ? શેરબજારમાં શું છે તેમની ભૂમિકા ? જાણો અહેવાલ દ્વારા

શેરબજારમાં રસ ધરાવતા દરેક વ્યક્તિના ધ્યાનમાં આ પ્રશ્નનો જવાબ હોવો જરૂરી છે. તે તમારા મનમાં હોવું જોઈએ કે આખરે આ શું છે? જાણો શું છે IPO, FPO અને OFS , તેનો ઉપયોગ ક્યાં પ્રકારના સોદાઓમાં થાય છે.

શું છે  IPO, FPO અને OFS ? શેરબજારમાં શું છે તેમની ભૂમિકા ? જાણો અહેવાલ દ્વારા
Know About IPO, FPO and OFS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 1:28 PM

જ્યારે પણ શેરબજાર અને તેના વેપારનો ઉલ્લેખ થાય છે ત્યારે IPO, FPO અને OFS જેવા શબ્દો સાંભળવા મળે છે. તમે આ ત્રણ વચ્ચેનો તફાવત કેટલો સમજો છો? શેરબજારમાં રસ ધરાવતા દરેક વ્યક્તિના ધ્યાનમાં આ પ્રશ્નનો જવાબ હોવો જરૂરી છે. તે તમારા મનમાં હોવું જોઈએ કે આખરે આ શું છે? જાણો શું છે IPO, FPO અને OFS , તેનો ઉપયોગ ક્યાં પ્રકારના સોદાઓમાં થાય છે.

IPO IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર છે. આ અંતર્ગત કોઇપણ કંપની પ્રથમ વખત સામાન્ય રોકાણકારોને તેના શેર ઇશ્યૂ કરે છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ કંપની પોતાને જાહેર કરવાનું નક્કી કરે છે. IPO પહેલા કંપની પાસે બહુ ઓછા શેરહોલ્ડરો હોય છે. તેમાં કંપનીના સ્થાપકો, એંજલ ઇન્વેસ્ટર્સ અને વેંચર્સના મૂડીવાદીઓનો સમાવેશ થાય છે. આ સામે આઈપીઓ દરમિયાન કંપની તેના શેર જાહેર જનતાને વેચે છે. IPO ની ઇશ્યૂ પ્રાઇસ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રોકાણકારો સીધા જ તેમના શેર ખરીદી શકે છે અને જ્યારે કંપનીનો IPO આવે છે ત્યારે શેરહોલ્ડર બની શકે છે. એકંદરે કંપનીઓ બજારમાંથી મૂડી એકત્ર કરવા માટે IPO લાવે છે.

OFS OFS નું ફુલફોર્મ ઓફર ફોર સેલ છે. કોઈપણ લિસ્ટેડ કંપનીઓ માટે એક્સચેન્જ પ્લેટફોર્મ દ્વારા તેમના શેર વેચવાની આ એક સરળ રીત છે. કંપનીના પ્રમોટરો માટે તેના હોલ્ડિંગમાં કાપ મૂકવો સરળ બનાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા આ વ્યવસ્થા સૌપ્રથમ 2012 માં રજૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ બાદમાં ઘણી લિસ્ટેડ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવી હતી. બાદમાં સરકારે જાહેર ક્ષેત્રના સાહસોમાં તેના શેરહોલ્ડિંગ માટે OFS રૂટનો ઉપયોગ શરૂ કર્યો હતો. OFS માત્ર માર્કેટ કેપ પર આધારિત શેરબજારમાં 200 કંપનીઓ માટે ઉપલબ્ધ છે. OFS માં રોકાણ કરવા માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ જરૂરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

FPO FPO નો અર્થ ફોલો ઓન પબ્લિક ઓફર થાય છે. આમાં શેરબજારમાં પહેલેથી જ લિસ્ટેડ કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માટે તેમના શેર વેચવાની ઓફર કરે છે. કંપની પ્રાઇસ બેન્ડ નક્કી કરે છે અને FPO ને પ્રમોટ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ કંપનીની પ્રથમ ઓફરને IPO કહેવામાં આવે છે. આ પછી જ કંપની લિસ્ટેડ છે. લિસ્ટેડ થયા બાદ શેર વેચવાની જાહેર ઓફરને FPO કહેવામાં આવે છે. FPO નો મુખ્ય ઉદ્દેશ વધારાની મૂડી એકત્ર કરવાનો છે.

આ પણ વાંચો :  કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે

આ પણ વાંચો : JioPhone Next : વિશ્વના સૌથી સસ્તા ફોન માટે દિવાળી સુધી કરવો પડશે ઇંતેજાર , RELIANCE આજે લોન્ચ કરવાનું હતું , જાણો ફોનની કિંમત અને ખાસિયત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">