AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે

ભારતીય રિઝર્વ બેન્કે ફાટેલી નોટોના બદલામાં (નોટ રિફંડ) નિયમ, 2009 માં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે. નિયમો અનુસાર, લોકો નોટોની સ્થિતિના આધારે આરબીઆઈ કચેરીઓ અને દેશભરમાં નિયુક્ત બેંક શાખાઓમાં વિકૃત અથવા ખામીયુક્ત નોટો બદલી શકે છે.

કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે
soiled 2000 rupee note
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:08 AM
Share

કેટલીકવાર આપણી પાસે પૈસાના બંડલમાં ફાટેલી ચલણી નોટ આવી જાય છે તો ક્યારેક ઉપયોગ દરમ્યાન ચલણી નોટ ફાટી જતી હોય છે. મૂલ્ય ધરાવતી આ નોટ ફાટી જાય તો શું કરવું? આ પ્રશ્ન આપણા મનમાં ઉઠે છે.

જો તમારી પાસે પણ ફાટેલી નોટો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આ ફાટેલી નોટો ક્યાં અને કેવી રીતે બદલી શકો છો.અને બદલામાં બેંક તમને કેટલા પૈસા આપે છે?

ભારતીય રિઝર્વ બેન્કે ફાટેલી નોટોના બદલામાં (નોટ રિફંડ) નિયમ, 2009 માં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે. નિયમો અનુસાર, લોકો નોટોની સ્થિતિના આધારે આરબીઆઈ કચેરીઓ અને દેશભરમાં નિયુક્ત બેંક શાખાઓમાં  ખામીયુક્ત નોટો બદલી શકે છે.

અહીં બદલાવી શકાય ફાટેલી ચલણી નોટ તમે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને આ નોટો બદલી શકો છો. પરંતુ હા, દરેક બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. બેંક કર્મચારીઓ તમારી નોટ બદલવાનો ઇનકાર કરી શકતા પણ નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તમામ બેંકોને ફાટેલી નોટોની આપ -લે કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ સાથે તેમણે શાખાઓની આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવું પડશે.

2000 ની ફાટેલી નોટના બદલામાં શું મળશે ? RBI ના નિયમો અનુસાર નોટ કેટલી ફાટેલી છે તે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો રૂ 2000 ની નોટના 88 વર્ગ સેન્ટિમીટર હોય તો પુરા પૈસા મળે છે પણ ૪૪ વર્ગ સેન્ટિમીટર પર ચલણના અડધા પૈસા મળશે.

બેંક કોઈ ફી લેતી નથી ફાટેલી નોટો બદલવા માટે બેંક તમારી પાસેથી કોઈ ફી લેતી નથી. આ સેવા બેંક દ્વારા મફત આપવામાં આવે છે. જો કે બેંક અત્યંત ખરાબ અથવા ખરાબ રીતે બળી ગયેલી નોટો બદલવાની ના પાડી શકે છે. જો બેંકને શંકા છે કે નોટ જાણી જોઈને કાપવામાં આવી છે તો તે પણ એક્સચેન્જ કરવામાં આવશે નહીં.

રિફંડ કેટલું મળશે ? રૂ .50, રૂ .100 અને રૂ .500 ની ફાટેલી નોટોના સંપૂર્ણ વળતર માટે તમારી નોટને 2 ભાગમાં વાળીને તપસ્વી પડશે જેમાંથી એક હિસ્સો આખી નોટ 40 ટકા કે તેથી વધુ આવરી લે છે તો પૂરેપૂરું રિટર્ન મળશે.

આ પણ વાંચો :  JioPhone Next : આજે RELIANCE બજારમાં મુકશે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન , જાણો શું હશે કિંમત અને શું છે ફોનની ખાસિયત

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવ્યો ઉછાળો , શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">