Wedding Insurance :કોરોનાના કારણે લગ્ન રદ થશે તો મળશે રૂપિયા 10 લાખ સુધીનું વળતર, જાણો કઈ રીતે

વેડિંગ ઈન્સ્યોરન્સ(wedding insurance)ની વીમા રકમ તમે કેટલો વીમો લીધો છે તેના પરથી નક્કી થાય છે. ખાતરી  કરો કે લગ્નની તારીખ બદલાઈ જાય તો પણ તમે દાવો કરી શકો છો.

Wedding Insurance :કોરોનાના કારણે લગ્ન  રદ થશે તો મળશે રૂપિયા 10 લાખ સુધીનું વળતર, જાણો કઈ રીતે
wedding insurance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:48 AM

કોરોનાવાયરસ(Corona)ના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ના કેસ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનની વધતી ઝડપને કારણે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. રોગચાળાની ત્રીજી લહેરના ખતરાને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

દિલ્હીમાં કોરોનાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજધાનીમાં પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દિલ્હી સરકારે કહ્યું છે કે હવે દિલ્હીમાં યોજાનાર લગ્ન સમારોહમાં વધુમાં વધુ 20 લોકો ભાગ લઈ શકશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કોરોનના કેસ વધી રહ્યા છે ત્યારે નિયંત્રણોના ભય વચ્ચે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન બુક કરાવનારાઓમાં ચિંતા વધી છે.

લગ્ન પ્રસંગોની મજા ફિક્કી પડશે? અગાઉ લગ્ન પ્રસંગ અંગેના નિયંત્રણોના કારણે ઘણા લોકોએ તેમના લગ્ન રદ કર્યા હતા. ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આ વખતે પણ ઘણા લગ્નો રદ થઈ શકે છે. બેન્ક્વેટ હોલ, મેરેજ હોલ, ફાર્મ હાઉસ વગેરે માટેનું બુકિંગ લાખોમાં થાયછે તેથી ઘણી પાર્ટીઓ રિફંડ આપવાનો ઇનકાર કરે છે અથવા બુકિંગ કેન્સલ થાય ત્યારે ખૂબ જ ઓછું રિફંડ કરે છે. ઉલ્લેખનીય છે કે દેશની તમામ વીમા કંપનીઓ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લગ્નનો વીમો વેચે છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

દેશની ઘણી વીમા કંપનીઓ તમારા લગ્નનો વીમો પણ ઉતારે છે. લગ્ન વીમાનો ઉદ્દેશ્ય તમારા લગ્ન રદ થાય ત્યારથી લઈને તમારા ઘરેણાં ચોરાઈ જાય ત્યાં સુધી અને લગ્ન પછી અચાનક અકસ્માતના કિસ્સામાં તમને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.

જો તમે તમારા લગ્નનો વીમો કરાવ્યો હોય તો લગ્ન પર થતા ખર્ચનો બોજ ચોક્કસપણે ઓછો થશે. કેટલીક વીમા કંપનીઓ લગ્ન માટે અગાઉથી પેકેજ તૈયાર કરે છે પરંતુ કેટલીક કંપનીઓ જરૂરિયાત મુજબ પેકેજ પણ ઓફર કરે છે.

તમને કઈ વસ્તુઓ પર વીમો મળશે?

  • કેટરરના એડવાન્સ
  • લગ્ન માટે બુક કરાયેલા હોલ કે રિસોર્ટમાંથી એડવાન્સ
  • ટ્રાવેલ એજન્સીઓના એડવાન્સ
  • હોટેલની એડવાન્સ બુકિંગ
  • લગ્નના કાર્ડની પ્રિન્ટિંગ
  • શણગાર અને સંગીત માટે પેમેન્ટ
  • લગ્ન સ્થળના સેટથી લઈને અન્ય સજાવટ

વેડિંગ ઈન્સ્યોરન્સ(wedding insurance)ની વીમા રકમ તમે કેટલો વીમો લીધો છે તેના પરથી નક્કી થાય છે. ખાતરી  કરો કે લગ્નની તારીખ બદલાઈ જાય તો પણ તમે દાવો કરી શકો છો. પ્રીમિયમ તમારી વીમાની રકમના માત્ર 0.7% થી 2% છે. ધારો કે જો તમે રૂ ૧૦ લાખનો લગ્ન વીમો કરાવ્યો હોય તો તમારે રૂ. 7,500 થી 15,000 નું પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ સંજોગોમાં ક્લેમ પાસ નહિ થાય

  • કોઈપણ પ્રકારનો આતંકવાદી હુમલો
  • હડતાલ
  • લગ્ન અચાનક રદ્દ
  • કન્યા અને વરરાજાના અપહરણ
  • લગ્નમાં વર-કન્યાનું ભૂલથી ફ્લાઈટ કે ટ્રેન ચૂકી જવું
  • લગ્નના કપડાં અથવા કોઈપણ અંગત સામાનને નુકસાન
  • લગ્ન સ્થળમાં અચાનક ફેરફાર અથવા રદ થવું
  • કોઈપણ રીતે ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ ખામીને કારણે નુકસાન
  • લગ્ન સ્થળની અયોગ્ય જાળવણીને કારણે નુકસાન
  • ઇરાદાપૂર્વક નુકસાન અથવા આત્મહત્યા

આ બાબત પર વિશેષ ધ્યાન આપો તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમે વીમો લો છો ત્યારે તમારે પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું છે તે જાણવા માટે તેને સારી રીતે સમજવાની જરૂર છે. જો તમારી પાસે પહેલેથી જ વીમા કવર છે, તો પહેલા જાણો કે તમને કયા સંજોગોમાં કવર મળશે. ખાતરી કરો કે પ્રાથમિક પોલિસી કવરમાં લગ્ન સમારોહ રદ કરવાનો સમાવેશ થાય છે. તમે આગ કે ચોરી જેવા કોઈપણ પ્રકારના અકસ્માત માટે અલગ પોલિસી પણ લઈ શકો છો.

આ પણ વાંચો : ઓમિક્રોનની વધતી અસરથી ચિંતિત RBI, કહ્યું રીકવરીની સામે મોટો પડકાર બન્યું મહામારીનું સ્વરૂપ

આ પણ વાંચો : આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મોટી રાહત, ITR વેરીફાઈ માટે લંબાવાઈ સમય મર્યાદા,જાણી લો છેલ્લી તારીખ

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">