ઓમિક્રોનની વધતી અસરથી ચિંતિત RBI, કહ્યું રીકવરીની સામે મોટો પડકાર બન્યું મહામારીનું સ્વરૂપ

ઓમિક્રોનની વધતી અસરથી ચિંતિત RBI, કહ્યું રીકવરીની સામે મોટો પડકાર બન્યું મહામારીનું સ્વરૂપ
Reserve Bank of India - RBI

RBI ગવર્નરે કહ્યું કે સપ્ટેમ્બર 2022માં બેન્કોની NPA વધીને 8.1-9.5 ટકા થઈ શકે છે. જે સપ્ટેમ્બર, 2021માં 6.9 ટકા હતી.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 29, 2021 | 11:33 PM

ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના (financial year) બીજા ક્વાર્ટરથી અર્થવ્યવસ્થા ધીરે – ધીરે ગતિ પકડી રહી છે અને મજબૂત બની છે. પરંતુ મોંઘવારીના (inflation) વધતા દબાણ સાથે કોરોના વાઈરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન (Omicron) એક મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. રિઝર્વ બેંકે બુધવારે જાહેર કરેલા બીજા નાણાકીય સ્થિરતા રિપોર્ટમાં આ વાત કહી છે.

અર્થવ્યવસ્થામાં રિકવરી નોંધાઈ, પરંતુ ઓમિક્રોને વધારી ચિંતા

રિપોર્ટની પ્રસ્તાવનામાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લખ્યું છે કે આ વર્ષે એપ્રિલ-મે માં કોરોના વાઈરસ મહામારીની વિનાશકારી બીજી લહેર પછી અર્થવ્યવસ્થાને લઈને ગ્રોથ આઉટલુક ધીમે ધીમે સુધર્યો છે. પરંતુ વૈશ્વિક વિકાસ અને તાજેતરમાં જાહેર થયેલા વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનને કારણે અર્થતંત્ર સામે એક પડકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે મજબૂત અને ટકાઉ રિકવરી ખાનગી રોકાણ અને ખાનગી વપરાશમાં તેજી પર આધારિત છે. પરંતુ દુર્ભાગ્યપુર્ણ આ બંને હજુ પણ મહામારી-પુર્વ સ્તરથી નીચે છે.

મોંઘવારીના દરનું પણ દબાણ ચાલુ

તે જ સમયે ગવર્નરે સ્વીકાર્યું કે વધતા ખર્ચને કારણે મોંઘવારી અંગે ચિંતા બની રહે છે. તેમણે ખાદ્યપદાર્થો અને ઉર્જાના ભાવને નિયંત્રણમાં લાવવા માટે પુરવઠાના મોરચે નક્કર પગલાં લેવાની હાકલ કરી હતી. ગવર્નરે કહ્યું કે નીતિ અને નિયમનકારી સમર્થન સાથે મહામારી દરમિયાન નાણાકીય સંસ્થાઓ મજબૂત રહી છે અને નાણાકીય બજારો સ્થિર રહ્યા છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મૂડી અને રોકડની સારી સ્થિતિ સાથે બેંકોની મજબૂત ખાતાવહી ભવિષ્યના આંચકાનો સામનો કરવામાં મદદ કરશે. દાસે બેંકોના તણાવ પરીક્ષણનો હવાલો આપતા ચેતવણી આપી કે સપ્ટેમ્બર 2022માં બેન્કોની NPA વધીને 8.1-9.5 ટકા થઈ શકે છે. જે સપ્ટેમ્બર 2021માં 6.9 ટકા હતી.

તેમણે મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા સાથે મજબૂત, ટકાઉ અને સમાવેશી વૃદ્ધિ માટે મજબૂત અને કાર્યક્ષમ નાણાકીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે રિઝર્વ બેંકની પ્રતિબદ્ધતાને ફરી ઉચ્ચારી.

સતત વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ

ઓમિક્રોનના કહેર સામે લડી રહેલી દુનિયામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસમાં 11 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિઅન્ટ્સ દ્વારા ઉભો થયેલો ખતરો હજુ ‘ખૂબ ઊંચો’ છે. ઓમીક્રોનના કારણે વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે કેટલાક દેશોમાં ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટથી આગળ નીકળી ગયું છે, ત્યાં કેસ સતત વધી રહ્યા છે.

સંકેતો સતત સુચવી રહ્યા છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને માત્ર બેથી ત્રણ દિવસમાં બમણું થઈ રહ્યું છે. આ ગતિના કારણે વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આ દેશોમાં બ્રિટન અને અમેરિકા પણ સામેલ છે, જ્યાં તેણે ડેલ્ટાને પાછળ છોડી દીધું છે.

આ પણ વાંચો :  આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મોટી રાહત, ITR વેરીફાઈ માટે લંબાવાઈ સમય મર્યાદા,જાણી લો છેલ્લી તારીખ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati