આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મોટી રાહત, ITR વેરીફાઈ માટે લંબાવાઈ સમય મર્યાદા,જાણી લો છેલ્લી તારીખ

એકવાર ITR ફાઈલ કર્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ફાઈલ કર્યાના 120 દિવસની અંદર તેને વેરીફાઈ કરવાની હોય છે. આમ ન કરવા પર એવું માનવામાં આવે છે કે રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી.

આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મોટી રાહત, ITR વેરીફાઈ માટે લંબાવાઈ સમય મર્યાદા,જાણી લો છેલ્લી તારીખ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 10:06 PM

આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓને મોટી રાહત આપી છે. IT વિભાગે વેરિફિકેશનની સમયમર્યાદા લંબાવી છે. જે ટેક્સપેયર્સ (Taxpayers)ને નાણાકીય વર્ષ 2019 – 20 માટે પોતાના ઈન્કમ ટેક્સ રીટર્ન (IT Return)નું હજુ સુધી ઈ-વેરિફિકેશન (e-verification) નથી કર્યું. તેઓ વેરીફીકેશનની પ્રક્રિયાને 28 ફ્રેબ્રુઆરી 2022 સુધી પુરી કરી શકે છે. આવકવેરા વિભાગે કરદાતાઓને રાહત આપતા વેરિફિકેશનની સમયમર્યાદા લંબાવી છે.

નિયમો અનુસાર ડિજિટલ હસ્તાક્ષર વિના ઈલેક્ટ્રોનિક રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે તેનો આધાર OTP, નેટબેંકિંગ, ડીમેટ ખાતા દ્વારા મોકલવામાં આવેલ કોડ, પુર્વ-માન્ય બેન્ક ખાતા અથવા એટીએમથી વેરીફિકેશન કરવાનું હોય છે. આ વેરીફિકેશન ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યાના 120 દિવસની અંદર કરવું જરૂરી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

IT રિટર્ન વેરિફિકેશન કરવું છે જરૂરી 

આ ઉપરાંત, કરદાતાઓ બેંગ્લોરમાં સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) ઓફિસમાં આઈટીઆરની એક ભૌતિક નકલ મોકલીને પણ વેરીફાઈ કરી શકે છે. એકવાર ITR ફાઈલ કર્યા બાદ, પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ફાઈલ કર્યાના 120 દિવસની અંદર તેને વેરીફાઈ કરવાનું હોય છે. આમ ન કરવા પર એવું માનવામાં આવે છે કે રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી.

સીબીડીટીએ જણાવ્યું હતું કે જો કોઈ કરદાતા 28 ફ્રેબ્રુઆરી 2022 સુધી વેલીડ વેરિફિકેશનના ઉપાયોના માધ્યમથી પોતાના રીટર્નને નિયમિત કરવામાં નિષ્ફળ રહે છે તો રીટર્ન ન ફાઈલ કરવા માટે કાનુનમાં જોગવાઈ અનુસાર કાર્યવાહી થઈ શકે છે.

આ રીતે કરો IT રિટર્ન વેરીફાઈ 

– આધાર આધારિત OTP :- તમે આ પદ્ધતિનો ઉપયોગ બે પરિસ્થિતિઓમાં કરી શકો છો. સૌથી પહેલા તમારું આધાર કાર્ડ તમારા પાનકાર્ડ સાથે લિંક હોવું જોઈએ. બીજી વાત એ છે કે તમારો આધાર નંબર એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ. જો તમે આ બંને શરતોને પુરી કરો છો તો તમે ઈ-વેરીફાઈ પેજ પર ઉપલબ્ધ વેરીફાઈ યુઝીંગ ઓટીપી ઓન મોબાઈલ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છે.

– નેટ બેન્કિંગ :- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-વેરીફાઈ પેજ પર જાઓ. ત્યાં નેટ બેંકિંગ વિકલ્પ પર, તે બેંક પસંદ કરો કે જેની સાથે તમારું નેટબેંકિંગ સક્રિય છે. તમને બેંકના નેટ બેંકિંગ પેજ પર લઈ જવામાં આવશે. જ્યાં લોગઈન કર્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈ-વેરીફાઈ વિકલ્પ પસંદ કરો.

– બેંક એટીએમ :- માત્ર સાત બેંકો એટીએમ કાર્ડ દ્વારા ઈ-વેરિફિકેશનની મંજૂરી આપે છે. તેમાં કોટક મહિન્દ્રા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. જો તમારી પાસે આમાંથી કોઈ પણ બેન્કમાં એકાઉન્ટ છે અને તેની સાથે PAN લિંક કરેલ છે તો ATM કાર્ડનો ઉપયોગ કરીને EVC જનરેટ કરો. એકવાર નંબર પ્રાપ્ત થઈ જાય પછી ઈ-વેરિફાઈ પેજ પર જાઓ અને વેરિફિકેશન પૂર્ણ કરો.

– સ્પીડ પોસ્ટ :- રીટર્નને વેરીફાઈ કરવાનો એકમાત્ર ફિઝિકલ ઉપાય છે કે તમે આઈટીઆર એક્નોલોજમેન્ટ રિસીપ્ટની એક સેલ્ફ-અટેસ્ટેડ કોપીને બેંગ્લોર સ્થિત સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટરની ઓફિસમાં પોસ્ટ કરી દો. આઈટીઆર-વીની રસીદને ડાઉનલોડ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર વ્યુ રિટર્ન, ફોર્મ ઓપ્શન પર જાઓ, હાલ અસેસ્મેન્ટ યર માટે એક્નોલોજમેન્ટ પર ક્લિક કરો અને આઈટીઆર વી ડોક્યુમેન્ટને ડાઉનલોડ કરી લો. તમે તમારો પાન અને જન્મ તારીખને દાખલ કરીને તેને એક્સેસ કરી શકો છો.

બેંક એકાઉન્ટ :- ઈ- ફાઈલિંગ પોર્ટલ પર પ્રી-વેલિડેટેડ બેન્ક એકાઉન્ટ દ્વારા ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC)ને જનરેટ કરી શકાય છે. જો તમે આઈટી રીફંડની આશા કરી રહ્યા છો તો એકાઉન્ટને પ્રી-વેલીડેટેડ કરવું જોઈએ. જ્યારે તમે ઈ- વેરિફાઈ કરવા માટે બેન્ક એકાઉન્ટને પસંદ કરો છો તો પ્રી-વેલીડેટેડ બેંક એકાઉન્ટથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઈવીસી મોકલવામાં આવશે.

આ પણ વાંચો :  EPF Account scam : કોરોનાકાળમાં સરકારે નિયમ હળવા કર્યા તો કર્મચારીઓએ લોકોના ખાતાં ખાલી કરી નાખ્યાં, જાણો શું છે મામલો

g clip-path="url(#clip0_868_265)">