સસ્તું અને શુદ્ધ સોનુ ખરીદવા માંગો છો ? વાંચો આ અહેવાલ, નહી તો ચુકી જશો તક
ભારત સરકારએ સસ્તું અને શુદ્ધ સોનુ લોકોને મળે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે પણ આ સોનુ ખરીદવા માટે દર મહિને જારી થતા સમયગાળા ઉપર રોકાણકારે નજર રાખવી પડશે.જો તમે પણ સોવરેન ગોલ્ડ બોન્ડ અંતર્ગત સસ્તું સોના ખરીદવા માંગતા હોય તો અહેવાલમાં જાણો તારીખ અને પ્રક્રિયા… શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ? મોદી સરકારે […]

ભારત સરકારએ સસ્તું અને શુદ્ધ સોનુ લોકોને મળે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે પણ આ સોનુ ખરીદવા માટે દર મહિને જારી થતા સમયગાળા ઉપર રોકાણકારે નજર રાખવી પડશે.જો તમે પણ સોવરેન ગોલ્ડ બોન્ડ અંતર્ગત સસ્તું સોના ખરીદવા માંગતા હોય તો અહેવાલમાં જાણો તારીખ અને પ્રક્રિયા…

Gold is sold during the period in which a specific date is announced each month
શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ? મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ ના નામ થી સ્કીમ શરૂ કરી છે જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનુ વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઇન પેમેન્ટ કરનારને સોનું સસ્તું આપવામાં આવશે.

Gold is cheaper when you pay online
આ યોજનામાં સોનું સસ્તુ કેવીરીતે મેળવશો ? ઓનલાઇન ચુકવણીથી વિશેષ છૂટ મળશે. ઓનલાઇન ચુકવણી કરવા પર સોનું રૂ. 50 પ્રતિ ગ્રામ એટલે કે રૂ. 500 દીઠ 10 ગ્રામ સસ્તું સોનુ મળશે સોનાના બોન્ડમાં દર વર્ષે 2.5 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે.
બોન્ડ્સ કેવી રીતે ખરીદવા ? સોવરિન ગોલ્ડ બોન્ડ્સ ઓનલાઇન ઉપરાંત બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ , પોસ્ટ ઓફિસ અને NSE તથા BSE સ્ટોક એક્સચેંજ દ્વારા પણ વેચાય છે.

The RBI has announced the date from December 2020 to March 2021
RBI એ ડિસેમ્બર ૨૦૨૦ થી માર્ચ 2021 ની તારીખની જાહેરાત કરી છે.
ડિસેમ્બર : 28 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી, 2021 સુધીમાં વેચાણ થશે. રોકાણકારને 5 જાન્યુઆરી, 2021 ના રોજ ફાળવવામાં આવશે. જાન્યુઆરી : 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2021 દરમિયાન સોનાનું વેચાણ થશે. 19 જાન્યુઆરી 2021 ના રોજ બોન્ડ ફાળવવામાં આવશે. ફેબ્રુઆરી : 1 લી ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી 2021 ની વચ્ચે સોનુ વેચવામાં આવશે. રોકાણ કરનારાઓને 9 ફેબ્રુઆરીએ ગોલ્ડ બોન્ડ ફાળવવામાં આવશે. માર્ચ : 1 માર્ચથી 5 માર્ચ ગોલ્ડ બોન્ડ્સના વેચાણની તારીખ રાખવામાં આવી છે. નાણાકીય વર્ષમાં આ અંતિમ તબક્કાનું વેચાણ થશે. 9 માર્ચ, 2021 ના રોજ સોવરિન ગોલ્ડ બોન્ડ ફાળવવામાં આવશે.