સૌર ઉર્જા ઉત્પાદન સાથે સંકળાયેલી કંપની રૂપિયા 3000 કરોડનો IPO લાવી રહી છે, વાંચો વિગતવાર માહિતી
સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની વારી એનર્જી લિમિટેડે બજારમાંથી રૂપિયા 3000 કરોડની મૂડી એકત્ર કરવા માટે સેબીમાં DHRP ફાઇલ કર્યા છે. કંપનીએ આ Waaree Energies IPO દ્વારા રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા 32,00,000 ઇક્વિટી શેર વેચવાની દરખાસ્ત કરી છે.

સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની વારી એનર્જી લિમિટેડે બજારમાંથી રૂપિયા 3000 કરોડની મૂડી એકત્ર કરવા માટે સેબીમાં DHRP ફાઇલ કર્યા છે. કંપનીએ આ IPO દ્વારા રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા 32,00,000 ઇક્વિટી શેર વેચવાની દરખાસ્ત કરી છે. એકંદરે આ ઓફરથી રૂપિયા 3000 કરોડ સુધીની મૂડી એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
આ 32,00,000 શેરોમાંથી 27,00,000 સુધીના ઇક્વિટી શેર્સ વેચનાર શેરધારક પ્રમોટર વારી સસ્ટેનેબલ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ જે અગાઉ મહાવીર થર્મોઇક્વિપ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું તેમના દ્વારા ઓફર ફોર સેલ હેઠળ ઓફર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ચંદુરકર ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4,50,000 જેટલા ઇક્વિટી શેરની ઓફર કરવામાં આવી રહ્યા છે અને 50,000 શેર સમીર સુરેન્દ્ર શાહ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
કંપની શું બિઝનેસ કરે છે?
કંપનીએ ભારતમાં સૌર PV મોડ્યુલની સૌથી મોટી ઉત્પાદક છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 12 GW છે. કંપનીએ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં દાખલ કર્યો છે.
બુક રનિંગ લીડ મેનેજર્સ કોણ છે?
એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ અને આઈટીઆઈ કેપિટલ લિમિટેડ બુકિંગ લિમિટેડનું સંચાલન કરવા માટે બુક રનિંગ લીડ મેનેજર છે.
કંપની ઈસ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ ઓડિશામાં 6GW ઈનગોટ વેફર, સોલાર સેલ અને સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાના ખર્ચ તેમજ સામાન્ય કોર્પોરેટ ખર્ચને પહોંચી વળવા માટે કરશે.
કંપનીના સોલાર પાવર જનરેશન પોર્ટફોલિયોમાં મલ્ટી ક્રિસ્ટલાઈન મોડ્યુલ્સ, મોનોક્રિસ્ટલાઈન મોડ્યુલ્સ, ટોપકોન મોડ્યુલ્સ, પીવી મોડ્યુલ્સનો સમાવેશ થાય છે. કંપની પાસે સોલર પીવી મોડ્યુલ્સ માટે નોંધપાત્ર ઓર્ડર છે અને 30 નવેમ્બર, 2023 સુધીમાં, સોલર પીવી મોડ્યુલ્સની બાકી ઓર્ડર બુક 20.16 GW હતો જેમાં સ્થાનિક ઓર્ડર્સ, નિકાસ ઓર્ડર્સ અને ફ્રેન્ચાઇઝ ઓર્ડર્સ અને પેટાકંપનીઓ માટે 3.75 GW ઓર્ડર્સનો સમાવેશ થાય છે.
Dislaimer : રોકાણમાં સ્વાભાવિક જોખમ સમાયેલું છે અને અહેવાલ માત્ર શેર વિશે માહિતી પુરી પાડે છે.અમે રોકાણ પર વળતરની કોઈ બાંયધરી આપતા નથી.રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ લેવી જરૂરી છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.