Vehicle Scrapping Policy : સ્ક્રેપેજ સર્ટિફિકેટ સાથે નવી કાર ખરીદવા પર ટેક્સમાં મળશે 25 ટકાની છૂટ

Vehicle Scrapping Policy : માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ નોન કમર્શિયલ વાહનોની ખરીદી પર 25% અને કમર્શિયલ વાહનો પર 15% ટેક્સની છૂટ મળશે.

Vehicle Scrapping Policy : સ્ક્રેપેજ સર્ટિફિકેટ સાથે નવી કાર ખરીદવા પર ટેક્સમાં મળશે 25 ટકાની છૂટ
ફાઈલ ફોટો : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 9:15 PM

Vehicle Scrapping Policy : જૂના વાહનોની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા અને સ્ક્રેપિંગની યોગ્ય સિસ્ટમ સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ 18 માર્ચને ગુરુવારના દિવસે લોકસભામાં વાહન સ્ક્રેપ કરવાની નીતિની જાહેરાત કરી હતી. હવે આ નવી સ્ક્રેપીંગ પોલીસીનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં  આવ્યું છે.

નવી સ્ક્રેપેજ પોલીસીનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કેન્દ્ર સરકારે 30 માર્ચે નવી સ્ક્રેપીંગ પોલીસીનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર સ્ક્રેપેજ સર્ટિફિકેટ સાથે નોન કમર્શિયલ વાહનોની ખરીદી પર 25% અને કમર્શિયલ વાહનો પર 15% ટેક્સની છૂટ મળશે.સરકારના નોટિફિકેશન મુજબ કમર્શિયલ વાહનને 8 વર્ષ સુધી ટેક્સમાંથી છૂટ મળશે. જ્યારે નોન કમર્શિયલ વાહનની ખરીદી પર નોંધણીની તારીખથી 15 વર્ષ માટે ટેક્સમાં છૂટ મળશે.

વાહનોનું ફિટનેસ પરીક્ષણ જરૂરી 15 વર્ષથી વધુના કમર્શિયલ વાહનો અને 20 વર્ષથી વધુ ઉંમરના ખાનગી વાહનોના ફિટનેસ પરીક્ષણની જરૂર પડશે. તેમનું પ્રમાણપત્ર પાસ થયા પછી જ તેનું નવીકરણ કરવામાં આવશે. અયોગ્ય વાહનોને ભંગાર કરવામાં આવશે. વાહનોના માવજત પરીક્ષણ માટે વિશેષ કેન્દ્રો બનાવવામાં આવશે. સરકારે કહ્યું કે જો કોઈ 15 વર્ષથી વધુ જૂની કારને સ્ક્રેપ કરે છે, તો તેને વાહન સ્ક્રેપેજ સર્ટિફિકેટ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 13-09-2024
બાળકોમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો શું છે?
દર બે દિવસમાં એક વાર દારૂ પીઓ તો શું થાય ? જાણી લો ચોંકાવનારી વાત
ઘરે ગણતરીની મિનીટમાં જ બનાવો સ્વાદિષ્ટ પેંડા
ફાલ્ગુની પાઠક ગરબા ક્વિન તરીકે ફેમસ છે, જુઓ ફોટો
Dark Circles : ડાર્ક સર્કલ હટાવવા સહેલા છે, ડોક્ટર પાસે જવાની જરુર નથી, ફોલો કરો આ ટિપ્સ

નવી સ્ક્રેપીંગ પોલીસીના ફાયદાઓ લોકસભામાં નવી સ્ક્રેપીંગ પોલીસીની ઘોષણા કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ નવી સ્ક્રેપીંગ પોલીસી તમામ પક્ષો માટે ફાયદાકારક બનશે. જૂની અને અયોગ્ય કારનું ભંગાણ કરવાથી તેમના માલિકોને ઘણી છૂટ આપવામાં આવશે. આ નવી સ્ક્રેપીંગ પોલીસી GSTમાં 40 હજાર કરોડનો વધારો થવાનો અંદાજ છે. રસ્તા પરથી અયોગ્ય વાહનોને દૂર કરીને સલામતી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જૂના વાહનોથી નીકળેલા ભંગારના રીસાયકલીંગ થવાથી વાહન ઉદ્યોગના ખર્ચમાં ઘટાડો થશે અને ઉદ્યોગોમાં સ્પર્ધા થશે.

1 ઓક્ટોબર 2021થી અમલીકરણ આ નીતિના અમલીકરણથી બળતણની કાર્યક્ષમતામાં વધારો થશે અને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. એટલું જ નહીં, 10,000 કરોડના નવા રોકાણથી 35,000 નોકરીઓ સર્જાવાની ધારણા છે અને દેશના ઓટો ઉદ્યોગનું કદ વર્તમાન 4.5 લાખ કરોડથી વધીને 10 લાખ કરોડ થવાની ધારણા છે. સરકારે આ નવી સ્ક્રેપીંગ પોલીસીના ડ્રાફ્ટ નોટિફિકેશન અંગે 30 દિવસની અંદર સૂચનો માંગ્યા છે. સ્ક્રેપિંગનો નવો નિયમ 1 ઓક્ટોબર 2021 થી અમલમાં આવશે.

વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
g clip-path="url(#clip0_868_265)">