વૈશ્વિક બજારમાં આજે નરમાશ દેખાઈ, નાસ્ડેક 243 અંક ગગડ્યો

વૈશ્વિક બજારમાં આજે નરમાશ દેખાઈ, નાસ્ડેક 243 અંક ગગડ્યો

વૈશ્વિક બજારોમાં આજે નરમાંશના સંકેત દેખાઈ રહ્યા છે. વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ યુએસ બજારોમાં પ્રોફિટ બુકિંગ દેખાયું છે, નવા રાહત પેકેજમાં વિલંબ થતાં બજારમાં તેની અસર દેખાઈ છે. આજે એશિયન બજારોમાં પણ નબળો શરૂ થયો છે. એસજીએક્સ નિફ્ટી 90 પોઇન્ટની નીચે દેખાય છે. અમેરિકન માર્કેટમાં દબાણ દેખાઈ રહ્યું છે. ટેક શેરોમાં ઘટાડાને કારણે નાસ્ડેક 243 […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Dec 10, 2020 | 9:27 AM

વૈશ્વિક બજારોમાં આજે નરમાંશના સંકેત દેખાઈ રહ્યા છે. વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ યુએસ બજારોમાં પ્રોફિટ બુકિંગ દેખાયું છે, નવા રાહત પેકેજમાં વિલંબ થતાં બજારમાં તેની અસર દેખાઈ છે. આજે એશિયન બજારોમાં પણ નબળો શરૂ થયો છે. એસજીએક્સ નિફ્ટી 90 પોઇન્ટની નીચે દેખાય છે.

અમેરિકન માર્કેટમાં દબાણ દેખાઈ રહ્યું છે. ટેક શેરોમાં ઘટાડાને કારણે નાસ્ડેક 243 પોઇન્ટ ગગડયો હતો. નવા રાહત પેકેજમાં વિલંબ થવા પર અસરની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ડાઉ જોંસ ગઈકાલના કારોબારમાં 105 પોઇન્ટ ઘટીને 30069 ના સ્તરે બંધ રહ્યો હતો. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 29 પોઇન્ટના ઘટાડા સાથે 3673 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નાસ્ડેક 244 અંક ઘટીને 12339 ની સપાટીએ બંધ રહ્યો છે.

આજે એશિયન બજારોમાં પણ નબળાઇ સાથે કારોબારનો પ્રારંભ જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 78.50 પોઇન્ટની નીચે જોવા મળ્યો છે. નિક્કી 0.46 ટકાની નબળાઇ સાથે 26,694.61 પાર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.72 ટકાની નબળાઇ જોવા મળી રહી છે. તાઇવાનનું બજાર 0.82 ટકા ઘટીને 14,271.80 પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 0.55 ટકાની નબળાઇ સાથે 26,356.66 પર દેખાયું અને કોસ્પીમાં 0.23 ટકાની નબળાઇ જોવા મળી છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ 0.24 ટકાનો ઘટાડો દેખાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati