AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Fed Rate Hike : બેન્કિંગ કટોકટી વચ્ચે ફેડ દ્વારા વ્યાજદરમાં 9 મી વખત વધારો, ફેડે 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

US Fed Rate Hike : ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્યાજદરમાં સામાન્ય વધારો કરવાની જાહેરાત કર્યા બાદ બુધવારે યુએસ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 102 પોઈન્ટ અથવા 0.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. S&P 500 0.1 ટકા નીચે છે.

US Fed Rate Hike : બેન્કિંગ કટોકટી વચ્ચે ફેડ દ્વારા વ્યાજદરમાં 9 મી વખત વધારો, ફેડે 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:49 AM
Share

US Fed Rate Hike : યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ તેના વ્યાજ દરોમાં નજીવો વધારો કરશે તેવી અપેક્ષા હતી અને તેવું જ જોવા પણ મળ્યું છે. ફેડએ 0.25 ટકાના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે ફેડ રેટ 4.75 ટકાથી 5 ટકાની વચ્ચે છે પરંતુ દરેક વ્યક્તિ જેની રાહ જોઈ રહ્યો હતો તે ફેડ ચીફ જેરોમ પોવેલ દ્વારા પણ સૂચવવામાં આવ્યું છે. બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના ઘટાડાને ધ્યાનમાં રાખીને પોવેલે ભવિષ્યમાં પોલિસી રેટમાં વધારા પર બ્રેક લગાવવાનો સંકેત આપ્યો છે. FOMCએ જણાવ્યું હતું કે યુએસ બેન્કિંગ સિસ્ટમ મજબૂત હોવાની સાથે સાથે ખૂબ જ લવચીક પણ છે. Fed એ વર્ષ 2022 થી સતત 9મી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સતત બીજી વખત છે જ્યારે ફેડએ માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીની ફેડની બેઠકમાં પણ માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો હતો.

વ્યાજ દરમાં વધારા પર બ્રેક લાગશે

FOMC એ કહ્યું કે ભવિષ્યમાં વધારાના કોઈ સંકેત નથી હવે તે આવનારા ડેટા પર ઘણી હદ સુધી નિર્ભર રહેશે. બેન્કિંગ કટોકટીની વચ્ચે સેન્ટ્રલ બેન્કના સ્ટેટમેન્ટમાં નરમાશનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેણે સિસ્ટમની સ્થિરતા પર ચિંતા વ્યક્ત કરી છે. FOMCએ જણાવ્યું હતું કે યુએસ બેન્કિંગ સિસ્ટમ મજબૂત અને સ્થિતિસ્થાપક છે. તાજેતરની ઘટનાઓને લીધે પરિવારો અને વ્યવસાયો માટે ક્રેડિટ શરતો વધુ કડક થઈ શકે છે. તેમજ આર્થિક પ્રવૃતિ, ભરતી અને મોંઘવારી પર બોજ પડવાની શક્યતા છે. તેમની અસરની હદ અનિશ્ચિત છે. સમિતિ ફુગાવાના જોખમ અંગે વધુ સતર્ક રહે છે.

યુએસ બજારોમાં ઘટાડો

ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્યાજદરમાં સામાન્ય વધારો કરવાની જાહેરાત કર્યા બાદ બુધવારે યુએસ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 102 પોઈન્ટ અથવા 0.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. S&P 500 0.1 ટકા નીચે છે. Nasdaq Composite 0.35 ટકા ઉપર છે. નિષ્ણાતોના મતે શેરબજાર માટે આ નિર્ણય આશ્ચર્યજનક નથી. બીજી તરફ એશિયન બજારોની વાત કરીએ તો હોંગકોંગનો હેંગસેંગ લગભગ બે ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. લંડનના FTSEમાં પણ 0.44 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, અમેરિકાની ફર્સ્ટ રિપબ્લિક બેંક 8 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">